BREAKING NEWS

જામનગરમાં શહિદ દિવસ નિમિતે યોજાયો ભવ્ય દેશભક્તિ મ્યુઝિકલ શો

  • March 23, 2026 12:45 PM 
  

23 માર્ચ શહીદ દિવસ નિમિતે યોજાયો દેશભક્તિનો કાર્યક્રમ

એક શામ શહીદો કે નામ

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ જોર કિતના બાઝુ-એ-કાતિલ મેં હૈ

જામનગરમાં શહિદ દિવસ નિમિતે યોજાયો ભવ્ય દેશભક્તિ મ્યુઝિકલ શો
જામનગરમાં યોજાયો "એક શામ શહીદો કે નામ"

૨૩ માર્ચ : આ દિવસે વર્ષ ૧૯૩૧માં ભારતના ત્રણ મહાન ક્રાંતિકારીઓ—ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ સરકાર દ્વારા લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેઓએ નાની ઉંમરે હસતા મુખે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર શહેર દ્વારા શહીદો ના નામે દેશભક્તિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે વીર શાહિદ અશોકસિંહ ગોવુભા જાડેજા, રમેશભાઈ વિક્રમભાઈ જોગલ, હરિલાલ મેઘજી મકવાણા ના પરિવારજનો નું સન્માન કરવામાં આવેલ. બહોળી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા. 

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર, યુવા મોરચાના અધ્યક્ષ સહદેવ ડાભી, યુવા મોરચા પ્રભારી સુખદેવભાઈ દલવાણીયા, પ્રદેશ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા સહિત વિવિધ મોરચા ના પદાધિકારીઓ, વોર્ડ પ્રભારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application