મુન્દ્રામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઇ

  • March 13, 2021 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંદરીય શહેર મુન્દ્રામાં મહાશિવરાત્રીની ભકિતભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારમાં શિવ મંદીરોમાં ભકતોની લાંબી લાઇનો દર્શનાર્થે જોવા મળી હતી. શિવને અભિષેક, બિલીપત્ર, જળ, ફુલ ધરી અને શિવના આશીર્વાદ મેળવ્યા હતા. દરેક શિવ મંદીરોમાં બમ બમ ભોલાના નાદથી મંદીરો સુરોથી ગુંજી ઉઠયા હતા.

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ મુન્દ્રા દશનામ ગોસ્વામી સમાજ દ્રારા ભીડ ભજન મહાદેવના મંદીરથી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. જે મુન્દ્રાની મુખ્ય બજારોમાં ફરી હતી. તેવી જ રીતે અનેક જગ્યાઓએ મહાશિવરાત્રીની ઉમળકાભર ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રી નિમિત્તે આગેવાનો દ્રારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેમાં વિશ્રામ ગઢવી, વાલજી ટાપરીયા, આશારીયા લાખા ગીલવા, લાલુભા પરમાર, કપીલભાઇ કેસરીયા, મુકેશ ગોર, ભાવનાબેન ગોર, સરપચં સામરાભાઇ સેડા, સામજી સોધમ, ખુશ્બુ શર્મા, વિરમ ગઢવી, કરશન રામાણી, સામરા વનરાજ સેડા, ભરત સેડા, નારાણ ભારૂ, હરિ મૌવર વગેરે આગેવાનો મહાશિવરાત્રી નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS