રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સવર્નિુમતે કરાયેલો ઠરાવ રદ કરતી સરકાર

  • December 04, 2020 10:32 AM 149 views

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રિ ઓડિટના મામલે છેલ્લા ચારેક મહિનાથી ભારે વિવાદાસ્પદ પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયાએ કરેલા પરિપત્ર સામે જિલ્લા પંચાયતના કોંગ્રેસ અને ભાજપ્ના ચૂંટાયેલા તમામ સભ્યો સામે આવી ગયા હતા. આમ છતાં આ પ્રકરણમાં આખરે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયાનું ધાર્યું થયું છે. ભાજપ કોંગ્રેસના તમામ સભ્યો સાથે હોવા છતાં અને સવર્નિુમતે સામાન્ય સભામાં ઠરાવ કર્યો હોવા છતાં સરકારે તે રદ કર્યો છે અને પ્રિ ઓડીટની પ્રથા ચાલુ રહેશે તેમ સ્પષ્ટ જણાવ્યું છે.


જિલ્લા પંચાયતમાં રૂપિયા 40000 કે તેથી વધુ રકમનો ખર્ચ થાય અને તાલુકા કક્ષાએ 15000 રૂપિયા કે તેનાથી વધુ ખર્ચ થાય તો તે કરતા પહેલા પ્રિ ઓડિટ કરવું ફરજિયાત છે.એવો આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ ઓગસ્ટ માસમાં કર્યો ત્યારે તેની સામે ભારે વિરોધ ઉઠવા પામ્યો હતો. રાજકોટ જિલ્લા પંચાયતની તારીખ 8-9-2020 ની સામાન્ય સભામાં અધ્યક્ષસ્થાનેથી આ દરખાસ્ત લાવવામાં આવી હતી અને જનરલ બોર્ડે પ્રિ ઓડીટની પ્રથા હાલની કોરોના પરિસ્થિતિને કારણે મુલતવી રાખવાનો નિર્ણય સવર્નિુમતે કર્યો હતો. પોતે આ નિર્ણય સાથે સહમત નથી તેવી સ્પષ્ટ વાત જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયાએ સામાન્ય સભામાં કરી પોતાની અસહમતી સાથેની નોંધ ઠરાવમાં કરાવી હતી.


જિલ્લા વિકાસ અધિકારીએ બાદમાં આ અંગેનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને તારીખ 18 -9 -2020 ના પત્રથી મોકલ્યો હતો અને સામાન્ય સભામાં કરાયેલાં ઠરાવને રદ કરવા માંગણી કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીના પત્ર બાદ ગુજરાત સરકારના વિકાસ કમિશનરે તારીખ 16 ઓક્ટોબરથી રાજકોટ જિલ્લા પંચાયતના ઠરાવને જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે મુલતવી રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
બાદમાં વિકાસ કમિશનરે આ પ્રકરણમાં તારીખ 23 નવેમ્બરના રોજ સુનાવણી રાખી હતી. આ સુનાવણીમાં રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા કોઈ સભ્ય હાજર રહ્યા ન હતા. આમ છતાં સભ્યોને પોતાની વાત રજૂ કરવાની પૂરતી તક મળી રહે તે માટે વિકાસ કમિશનરે નવેસરથી 2જી ડિસેમ્બર ની મુદત આપી હતી. તેમાં અર્જુનભાઈ ખાટરીયા, પરસોત્તમભાઈ લુણાગરિયા, નારણભાઈ શેલાણા, ભાવનાબેન ભૂત વગેરે હાજર રહ્યા હતા અને કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં તાલુકા પંચાયતોને ખર્ચમાં તકલીફ ન પડે તે માટે આ ઠરાવ કરવામાં આવ્યો છે અને બીજો કોઈ હેતુ નથી એવો બચાવ કરવામાં આવ્યો હતો .પરંતુ વિકાસ કમિશનરે આ વાત નકારી કાઢી છે અને પ્રિઓડિટ સિસ્ટમ જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્ર મુજબ ચાલુ રાખવા અને સામાન્ય સભાનો ઠરાવ કાયમી ધોરણે રદ કરવાનો આદેશ કર્યો છે.
આગામી તારીખ 21 ડિસેમ્બરના રોજ રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન બોર્ડની મુદત પૂરી થવામાં છે ત્યારે છેલ્લે છેલ્લે ઊઠતી બજારે પણ સરકારની ફટકાર ખાવાનો વારો આવ્યો છે.


કેબિનેટ મંત્રીના વિરોધનું કશું ન ઉપજ્યું
પ્રિ ઓડીટનો આદેશ રદ થવો જોઇએ તેવી મતલબનો ઠરાવ રાજકોટ જિલ્લા પંચાયતે સવર્નિુમતે પસાર કયર્િ બાદ ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આ સંદર્ભે પંચાયત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ વિકાસ કમિશનરે તેની કોઈ નોંધ ન લીધી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

32 વર્ષ જૂના પરિપત્રનો અમલ કરવા સરકાર સફળ
જે પરિપત્રનો અમલ કરવાનો વિવાદ છે તે 32 વર્ષ જૂનો પરિપત્ર છે.ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિમર્ણિ વિભાગે તારીખ 24 ફેબ્રુઆરી 1988 ના રોજ એક પરિપત્ર કર્યો હતો અને ત્યારબાદ તારીખ 2 જુલાઈ 1988 અને 25 સપ્ટેમ્બર 1999ના રોજ ઠરાવ કયર્િ હતા. આ તમામ ઠરાવની અમલવારી ચુસ્ત રીતે થવી જોઈએ તેવો આદેશ વિકાસ કમિશ્નરે કર્યો છે.

સરકારનો કોઇ આદેશ પંચાયત રદ ન કરી શકે
રાજ્યના વિકાસ કમિશનર મુકેશ ઠાકરે ગઇકાલે મોડી સાંજે જિલ્લા પંચાયતને મોકલેલા પોતાના આદેશમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના કોઈ ઠરાવ નિયમ કે પરિપત્રમાં ફેરફાર કરવાની કોઈ સતા જિલ્લા પંચાયતને નથી. જિલ્લા પંચાયત આવા ઠરાવની અમલવારી રદ ન કરી શકે કે મૂલતવી પણ રાખી ન શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application