રાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે સરકારને ફરીથી લોકડાઉન અંગે કરી ટકોર, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ

  • March 11, 2021 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના નવા નોંધાતા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદ, વડોદરા, સુરતની સ્થિતિ વધુ ચિંતાજનક છે. અહીં 100 કે 100થી વધુ કેસ નોંધવા લાગતાં તંત્રની દોડધામ વધી છે. તેવામાં હાઈકોર્ટ તરફથી પણ સરકારને જરૂરી સુચનો આપવા આવ્યા છે. 

 

 

રાજ્ય સરકારને ફરી એકવાર આદેશ કરાયા છે કે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને સુવિધાઓ સાથે તૈયાર રાખવામાં આવે. અહીં બેડની વ્યવસ્થા પણ પુરતા પ્રમાણમાં કરવામાં આવે જેથી કોઈ વિકટ સ્થિતિ સર્જાય તો દર્દીઓને હાલાકી સહન કરવી પડે નહીં. જો કે કોરોના મામલે હાઈકોર્ટે વધુ એક વાતની ટકોર કરી છે જે ચિંતાજનક છે. 

 

 

હાઈકોર્ટે કહ્યું છે કે લોકોએ પણ બેદરકારી દાખવવી યોગ્ય નથી. જો લોકો બેદરકારી રાખે તો રાજ્ય સરકારે ફરીથી લોકડાઉન અમલમામ મુકવું પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે. આ મામલે હવે હાઈકોર્ટમાં આગામી 9 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. 

 

 

આ સિવાય હાઈકોર્ટે મેટ્રો સીટીમાં ટેસ્ટિંગમાં વધારો કરવા પણ સુચન કર્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવા શહેરમાં જાહેર સ્થળોએ વિજીલન્સ ટીમ ગોઠવવી અને માસ્ક પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરાવવો. રાજ્યમાં થતા લગ્ન સહિતના કાર્યક્રમો પર ખાસ નજર રાખવી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS