ઓકિસજનની સરળ ઉપલબ્ધિ ઉપર સરકારની ચાંપતી નજર: કંટ્રોલરૂમ શરૂ

  • April 21, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમા ઓકિસજનનું વહન કરતા વાહનને એમ્બ્યુલન્સનો દરજ્જો: તંત્રને સાબદુ કરવામા આવ્યુ: ગૃહ, મહેસુલ, તોલમાપ અને આરોગ્ય વિભાગને જવાબદારી સોંપાઈ કોવિડ ૧૯ના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં લઇને રાજય સરકારે ઓકિસજનના જથ્થાંના વિતરણ અને વપરાશ સંબંધે કેટલીક સૂચનાઓ જારી કરી છે. દરેક જિલ્લાને તેઓની જરિયાત પ્રમાણે પ્રો–રેટા જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુસર રાજયમાં આવેલ લિકિવડ ઓકિસજનના ઉત્પાદકો તરફથી ફાળવવામાં આવતાં ગેસના એલોકેશન, ટેન્કરની અગ્રીમતા અને ફાળવણીનું સ્થળ વગેરે જિલ્લાની જરિયાતો અનુસાર સરકારના પરામર્શમાં ફાળવણી કરવાની રહેશે. આ મામલે મુખ્યમંત્રી દ્રારા વિશેષ કન્ટ્રોલ મ શ કરવામાં આવેલ છે તે માટેની જવાબદારી બે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.આ ઉપરાંત ગૃહ, મહેસુલ, તોલમાપ અને આરોગ્ય વિભાગને જવાબદારી સોંપાવામા આવી છે.

 


રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા જારી કરવામાં આવેલી સૂચનાઓ મુજબ લિકિવડ ઓકિસજનના મોટા ઉત્પાદકોને ત્યાં એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઇ.ની નિમણૂંક કરવાની રહેશે. જેથી કરીને ઓકિસજનની ટેન્કર સપ્લાયરના સ્થળેથી નીકળીને પુરતા જથ્થાં સામે ડેસ્ટીનેશન પહોંચે, ટેન્કરમાંથી રસ્તામાં કોઇ જથ્થો ડાયવર્ટ થવાનો પ્રશ્ન ઉદ્દભવે નહીં. આ બાબતે મહેસુલ વિભાગ, ગૃહ વિભાગે જરી કાર્યવાહી કરવાની રહેશે.

 


હોસ્પિટલો ખાતે આવતાં ઓકિસજનના જથ્થાં ખાલી કરતી વખતે તે કંટ્રોલ કરવા જે હોસ્પિટલમાં લિકિવડ ઓકસીજનની ટેન્ક છે .ત્યાં તોલમાપ વિભાગના ઇન્સ્પેકટર –અધિકારી અને પોલીસની કાયમી વ્યવસ્થા ઊભી કરવાની રહેશે.

 


આ ઉપરાંત ઓકિસજન ટેન્કરનું લોકેશન જાણવા અને ફાળવણીના સ્થળે પહોંચવાનો ટ બરોબર ફોલોઅપ થાય છે કે કેમ તે ચકાસણી માટે જીપીએસ સિસ્ટમ લગાવવાની જરિયાત છે. જેથી ૫૦ ટેન્કરોમાં જીપીએસ અને મોનીટરીંગ સિસ્ટમ ભાડેથી મેળવી લગાવવાની રહેશે.

 


ઉપરાંત હોસ્પિટલોમાં દર્દી માટે થતા ઓકિસજનના વપરાશમાં પણ નસગ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપી પુરતો ન્યાયિક અનેયોગ્ય વપરાશ થાય તથા વ્યય અટકે તે માટે નસિગ સ્ટાફ તથા પેરા મેડિકલ સ્ટાફે જરી મોનીટરીંગ કરવાનું રહેશે. તેમ જ ઓકિસજનનું વહન કરતા વાહનને એમ્બ્યુલન્સ સ્ટેટસ હોવાથી ટેન્કરને ટોલટેક્ષ તથા ટ્રાફિકમાંથી ઝડપથી રસ્તો કલીયર થાય તે માટે ટ્રાફિક પોલીસે સ્ટેન્ડ ટુ રહીને યોગ્ય વ્યવસ્થા માટે કાર્યવાહી કરવાની રહેશે.

 


આ ઉપરાંત ઓકસીજન કંટ્રોલ મનું સંચાલન મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. એ.બી. પંચાલ, તથા ખોરાક અને આષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી. કોશિયાના સંયુકત માર્ગદર્શન હેઠળ કરવાનું રહેશે. ઉપરોકત તમામ કામગીરી પણ તેમના માર્ગદર્શન હેઠળ કરવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS