ઓક્સિજનના ફાળવણી અને વિતરણ, દેખરેખ રાખવા માટે સરકારે બે નોડલ ઓફિસર નિમાયા

  • April 24, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓક્સિજનના ઉપલબ્ધ જથ્થાંની મહત્તમ અને તર્કસંગત ઉપયોગિતા સુનિશ્ચિત કરવા તેમજ રાજયભરમાં ઓક્સિજનનો સ્ટોકનો પુરવઠો, ફાળવણી અને વિતરણ, ઓક્સિજનના સ્ટોકના આવક-જાવકની દેખરેખ રાખવા માટે સરકારના નર્મદા, જળસંશાધનો અને કલ્પસર વિભાગના સચિવ ધનજંય દ્રિવદી અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર સંજીવ કુમારની ગુજરાત રાજયમાં ઓક્સિજનના સપ્લાય, ફાળવણી અને વિતરણનું દેખરેખ રાખવા માટે  નોડલ ઓફીસર તરીકે નિમણૂંક કરવામાં આવે છે. નોડલ ઓફીસર તરીકેની તેમની કામગીરી દરમિયાન વખતોવખત ભારત સરકાર દ્વારા જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેનો તેમણે અનુસરવાનું રહેશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. જેના કારણે ઓક્સિજન ટેન્કને એમ્બ્યુલન્સ સ્ટેટસ આપવામાં આવ્યું છે. તેને કોઇ રોકવાની નહીં વગેરે પ્રકારની જાહેરાતો અગાઉ થઇ છે. તેની સાથે ઓક્સિજનનો જથ્થો સીધો જ જે તે સ્થાને પહોંચે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS