કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોની જરૂરીયાતો પુરી કરે સરકાર : સુપ્રીમ કોર્ટ

  • May 28, 2021 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળ સંરક્ષણ ગૃહ અને બાળ કેર સંસ્થાઓના બાળકોમાં કોરોના ફેલાવાને મામલે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું છે. શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોરોના મહામારીએ અભૂતપૂર્વ સ્થિતિ પેદા કરી છે અને તેની બાળકો પર વ્યાપક અસર થઈ રહી છે. મોટી સંખ્યામાં એવા બાળકો પણ છે જેણે કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. તેવામાં સુપ્રીમ કોર્ટે તમામ જિલ્લાધિકારીઓએ એવા બાળકોની જાણકારી પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે જે માર્ચ 2020 પછી અનાથ થયા હોય.

 

શુક્રવારે સુનાવણી દરમિયાન એએસજી ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે બાલસ્વરાજ નામના પોર્ટલને સંબંધિત જિલ્લા અધિકારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે તેમાં બાળકોને ઓળખ અને પાસવર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ કોર્ટે જિલ્લા અધિકારીઓને એવા તમામ બાળકોનું વિવિરણ શનિવારે સાંજ સુધીમાં પોર્ટલ પર અપલોડ કરવા નિર્દેશ આપ્યા છે. 

 

કોર્ટે કેન્દ્ર અને રાજ્યના વકીલને પણ આ મામલે નવીનતમ જાણકારી મળવી જોઈએ તેમ કહ્યું હતું. કોર્ટે આવા બાળકોને તેમના અધિકારની રક્ષા અને તેમની પાયાની જરૂરીયાતોને પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યોને નિર્દેશ દેતા કોર્ટે કહ્યું છે કે આવા બાળકોની પીડા સમજવી અને તુરંત તેમની સમસ્યાનું સમાધાન કરવું. 

 

કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્રએ સંબંધિત અધિકારીઓને આવા બાળકોની સુરક્ષા માટે જરૂરી પગલા વિશે પહેલાથી જ જણાવી દીધું છે જેમણે કોરોનાના કારણે માતાપિતા ગુમાવ્યા છે. આ સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે તેમણે આવા બાળકોની ઓળખ કરવા માટે પહેલાથી જ ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની રચના કરી દીધી છે. કોર્ટે આ મામલે રાજ્ય સરકારોને રવિવાર સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021