પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ ખરાબ છે. આ પરિસ્થિતિમાં દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય હેઠળ દિલ્હી સરકારના ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ગઈકાલે કહ્યું હતું કે શહેરની બગડતી હવાની ગુણવત્તાને પહોંચી વળવા માટે ઘરેથી કામ કરવાના પગલાં અને ઓડ–ઇવન સ્કીમ લાગુ કરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ગોપાલ રાયે કહ્યું હતું કે બાળકો અને વરિ નાગરિકો સહિત લોકો શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને અમને આ સ્થિતિનો ખૂબ જ અફસોસ છે.
તેમણે કહ્યું હતું કે રવિવારથી દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર પ્લસ શ્રેણીમાં રહી છે. દિલ્હીની ખાનગી અને સરકારી કંપનીઓમાં ઘરેથી કામ લાગુ કરવા અંગે મંત્રીએ કહ્યું હતું કે અમે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈશું. સરકારે ગ્રેપ–૪ હેઠળ વાહનો પર પહેલાથી જ ઘણા નિયંત્રણો લાદી દીધા છે. અમે આ પગલાંની અસરનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. એ પછી રાજધાનીમાં ઓડ–ઈવન ફોમ્ર્યુલા પર વાહનો ચલાવવા અંગે નિર્ણય લેવામાં આવશે.
ગોપાલ રાયે એમ પણ કહ્યું હતું કે સમગ્ર ઉત્તર ભારતમાં 'ગ્રેપ' લાગુ થવી જોઈએ. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ભાજપ શાસિત રાયોમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. દિલ્હી સરકાર દ્રારા પ્રદૂષણની ગંભીર સ્થિતિ અંગે તાકીદની બેઠક બોલાવવાની વારંવાર વિનંતી કરવા છતાં ભાજપના પર્યાવરણ મંત્રી ઐંઘી રહ્યા છે. હત્પં કેન્દ્રીય પર્યાવરણ પ્રધાનને વિનંતી કં છું કે પ્રદૂષણ અંગે ફરી એક વખત તાકીદની બેઠક બોલાવો અને કૃત્રિમ વરસાદને મંજૂરી આપો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech