સરકારનું બજેટ અમીરો માટે નહીં પણ ગરીબો માટે છે: નિર્મલા સીતારામન

  • February 13, 2021 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાજ્યસભામાં વર્ષ 2021-22 માટેનાં બજેટ પરની ચચર્નિો જવાબ આપ્યો હતો. તેમણે દાવ કર્યો હતો કે સરકારનું બજેટ અમીરો માટે નહીં પણ ગરીબો માટે છે. બજેટ મૂડીવાદીઓનાં હિતો સંતોષે છે અને આમ આદમી માટે બજેટમાં કશું નથી તેવા વિપક્ષોનાં આક્ષેપો તેમણે ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષો દ્વારા બજેટ અંગે લોકોમાં ગેરસમજ ફેલાવવામાં આવે છે. બજેટમાં આત્મનિર્ભર ભારતનો સરકારનો ઇરાદો પ્રતિબિંબિત થાય છે. કોરોનાને કારણે આખા વિશ્વમાં ઇકોનોમીને માઠી અસર થઈ છે ત્યારે સરકાર દ્વારા બજેટમાં લાંબાગાળે સાતત્યપૂર્ણ વિકાસ અને ટૂંકાગાળે સમસ્યાઓનાં ઉકેલ માટેનાં પગલાં લેવામાં આવ્યાં છે. વેપારધંધાને સરળ બનાવવા પણ પગલાં લેવાયાં છે. બજેટમાં વિકાસ અને ગ્રોથ તેમજ સુધારા પર ભાર મૂકવામાં આવ્યો છે. દેશને આત્મનિર્ભર બનાવતા પગલાં લેવાયાં છે. તેણે જણાવ્યું હતું  કે, દેશનાં 9 કરોડ ખેડૂતોને પીએમ ફસલ વીમા યોજનાના લાભ અપાયા છે, 11 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બેન્ક ખાતામાં સીધી રકમ જમા કરાઈ છે.


બજેટની ચચર્િ વખતે વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય અંદાજપત્રમાં મૂડીવાદીઓનાં હિતો સંતોષવામાં આવ્યા છે. જેને કારણે અમીરો વધુ અમીર થશે. આમ આદમી માટે બજેટમાં કશું નથી. ચચર્મિાં કોંગ્રેસ, બસપા, આપ, ડાબેરીઓએ ભાગ લીધો હતો. વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા સરકારી જાહેર સાહસો અને સરકારી મિલકતો વેચવામાં આવી રહી છે અને જાહેર સાહસો મોટા ઉદ્યોગપતિઓને વેચવામાં આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application