14 વર્ષની ઉમરમાં સીઈઓ બની અને googleનું માટે કામ કરે છે આ કિશોર

  • June 30, 2020 11:55 AM 294 views

 

શું તમે એ બાબત પર વિશ્વાસ કરી શકો છો કે 14 વર્ષની ઉમરમાં કોઈ સીઈઓ એટલે કે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની શકે ? ઝારખંડના જમશેદપુર જિલ્લામાં રહેનારા રોહિતસિંહે આ કારનામુ કરી બતાવ્યુ છે. ગૂગલે રોહિતસિંહને માત્ર સીઈઓ નથી બનાવ્યો, પરંતુ સૌથી નાની ઉંમરના પ્રોફેશનલનો ખિતાબ પણ આપ્યો છે.

 

જે ઉંમરમાં બાળકો ખેલકૂદમાં મશગુલ હોય છે, તે ઉંમરમાં રોહિતે એક મોટું કારનામું કરી બતાવ્યુ છે, રોહિત સિન્હા હવે google માટે કામ કરે છે,  google ની ટેકનિકલ મદદ કરે છે અને રોહિતે જણાવે છે કે ગૂગલ યુઝર ફ્રેન્ડલી કઈ રીતે બની શકાય. એટલે કે ગુગલનો ઉપયોગ લોકો કોઈપણ જાણકારી પ્રાપ્ત કરવા માટે કરે છે, અને આ જાણકારી સરળતાથી કઈ રીતે મેળવી શકાય છે હવે તે અંગે રોહિત ગૂગલને માહિતી આપે છે.

 

રોહિત સિંહનું ટેલેન્ટ જોઈ google હવે તેમની મદદ કરે છે, જણાવી દઈએ કે રોહિતે બે વર્ષ પહેલાં 2018માં પોતાની એક આઇટી કંપની બનાવી હતી. આ વર્ષે 16 ડિસેમ્બરે રોહિત સિંહાએ ટેક માસ્ટરિંગ નામની  કંપનીએ સીઇઓ બનાવ્યા હતા અને હવે ગુગલ પણ આ કંપનીના ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

 

રોહિત સિંહાની આ સફળતા પર તેનો પરિવાર ગામજનો અને શાળાના શિક્ષકો ગર્વની અનુભૂતિ કરે છે. રોહિતના પિતા સંતોષ કુમાર સિંહ જણાવે છે કે તે પોતાના દીકરાની આ સિદ્ધિ ખૂબ જ ખુશ છે અને તેઓ ઇચ્છે છે કે રોહિત હવે ઝારખંડ માટે પણ કામ કરે. રોહિતના પ્રિન્સિપાલ ઝૂમઝૂમી નંદી પણ જણાવે છે કે રોહિત ભણવામાં ખૂબ જ હોશિયાર છે, અને આ રીતે google દ્વારા રોહિતને સન્માનિત કરવામાં આવ્યા છે, તે બદલ અમને રોહિત માટે ગર્વની અનુભૂતિ થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application