Apple બાદ હવે googleએ ભારતમાં પોતાના સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપનીએ ભારતીય બજારમાં Pixel 8નું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપનીએ ગત વર્ષે google for india ઇવેન્ટમાં આની જાહેરાત કરી હતી. હવે કંપનીએ પોતાના ફોનનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે.
કંપની ભારતીય બજાર અને વૈશ્વિક બજારમાં તેના નવા Pixel સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપની પોતાનો નવો ફોલ્ડિંગ ફોન પણ લોન્ચ કરશે. આ પહેલીવાર હશે જ્યારે google ભારતીય બજારમાં ફોલ્ડિંગ ફોન લોન્ચ કરશે.
ભારતમાં જ બનશે Google Pixel ફોન
Googleએ જાહેરાત કરી છે કે, ભારતમાં તેમના પ્રથમ મેડ ઈન ઈન્ડિયા Google પિક્સેલ 8 સ્માર્ટફોન સાથે તેમની પ્રોડક્શન લાઇન શરૂ થઈ છે. ટેક્નોલોજી જાયન્ટે આ માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો પણ આભાર માન્યો છે.
અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, Pixel 8નું પ્રોડક્શન આ વર્ષના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે. ભારત સરકાર દેશમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ પહેલા Appleએ ભારતમાં પણ તેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કંપની હવે ભારતમાં પણ તેના લેટેસ્ટ ફોનનું ઉત્પાદન કરી રહી છે.
ત્યારે Googleના ઉત્પાદનની શરૂઆત સાથે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, કંપની ભારતીય બજાર વિશે શું વિચારી રહી છે. Googleએ હજુ સુધી તેના સ્થાનિક ઉત્પાદક વિશે માહિતી આપી નથી. તાજેતરમાં, કંપનીએ ઑફલાઇન માર્કેટમાં તેની હાજરી વધારવા માટે રિલાયન્સ ડિજિટલ સ્ટોર અને ક્રોમા સાથે ભાગીદારી કરી છે.
ભારતમાં મેન્યુફેક્ચરિંગ શરૂ થયા બાદ બજાર પર તેની શું અસર થશે તે પણ જોવાનું રહેશે. શું કંપની તેની કિંમતો ઘટાડે છે કે નહીં? જો અહેવાલોનું માનીએ તો, Google Pixel ફોન ભારતમાં ડિક્સન ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવશે. કંપનીએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
કંપની ભારતમાં દર મહિને એક લાખ યુનિટનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે. 13 ઓગસ્ટના રોજ, કંપની તેની Pixel 9 સીરીઝ અને ફોલ્ડને વૈશ્વિક બજારમાં લોન્ચ કરશે. આ ફોન ભારતીય બજારમાં 14 ઓગસ્ટે લોન્ચ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech