લોકડાઉનમાં ટીવીના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ ૪ પેઇડ ચેનલ

  • March 31, 2020 10:41 AM 893 views

લોકડાઉનની વચ્ચે ટીવી જોનારો માટે ખુશખબર છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનએ જાહેરાત કરી છે કે ડીટીએચ અને કેબલ નેટવર્ક પર આગામી બે મહિના સુધી ૪ પોપ્યૂલર પેઇડ ચેનલને મફતમાં ઓફર કરવામાં આવી રહી છે. કંપનીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે આવું કરવાનો ઉદ્દેશ્ય કોરોના વાયરસની વિદ્ધ જંગમાં સરકારની મદદ કરવાનો છે. નોંધનીય છે કે, આ જાહેરાત ૨૧ દિવસોની લોકડાઉનની વચ્ચે થઈ છે.


ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનએ જે ચાર પેઇડ ચેનલોને મફત કરી છે તેમાં સોની પલ, સ્ટાર ઈન્ડિયાની સ્ટાર ઉત્સવ, ઝી ટીવીની ઝી અનમોલ અને વાયાકોમ–૧૮ની કલર્સ ચેનલની કલર રિસ્તે ચેનલ છે. બ્રોડકાસ્ટિંગ એસોસિએશનનું માનવું છે કે તેમના આ નિર્ણયથી લોકોને ઘરમાં કેટલોક સમય પસાર કરવાનું માધ્યમ મળશે. એસોસિએશન મુજબ, લોકો લોકડાઉનમાં આ ચેનલોને જોઈને પોતાનું મનોરંજન કરી શકે છે.


ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનએ એક નિવેદનમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારીને કારણે ઉધોગની વિજ્ઞાપનની આવક પર અસર પડશે. તેને કારણે તેના સભ્ય અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ કઠિન સમયમાં લોકોની મદદ કરવા માટે તેઓ સરકારના પ્રયાસોની સાથે છે.


ગ્રાહકોને પ્હેલા  સોની પલ માટે ૧ પિયો ચૂકવવો પડતો હતો. સ્ટાર ઉત્સવ ચેનલને પણ ૧ પિયો આપીને મહિના સુધી જોઈ શકાતી હતી. બીજી તરફ ઝી અનમોલની કિંમત પહેલા ૦.૧૦ પિયા હતી અને કલર્સ રિસ્તેને પહેલા ૧ પિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application