ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, બુમરાહ આ સીરિઝથી મેદાનમાં કરશે વાપસી

  • June 19, 2023 09:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ટીમે આ વર્ષે સતત બે મોટી ટૂર્નામેન્ટ રમવાની છે. પ્રથમ એશિયા કપ જે 31 ઓગસ્ટથી શરૂ થશે અને બીજી ICCની સૌથી મોટી ટુર્નામેન્ટ ODI વર્લ્ડ કપ જે વર્ષના અંતમાં રમાશે. આ પહેલા ભારતીય ટીમ અને ફેન્સ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો ખતરનાક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જે ગયા સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની T20I બાદથી એક્શનથી બહાર છે, તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને પુનરાગમન કરવા માટે તૈયાર છે. તે ઓગસ્ટમાં આયર્લેન્ડ સામે થનારી ત્રણ મેચની T20 શ્રેણીમાં પુનરાગમન કરતો જોવા મળી શકે છે. અહેવાલ મુજબ, બુમરાહ સારી રીતે રિકવરી કરી રહ્યો છે અને જ્યાં સુધી તે મેદાન પર પાછો ફરશે ત્યાં સુધીમાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. આ વર્ષે માર્ચમાં બુમરાહની પીઠની સર્જરી થઈ હતી, ત્યારબાદ તેણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશન પણ કરાવ્યું હતું.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ફાસ્ટ બોલરની હેલ્થ પર નજર રાખી રહેલા બોર્ડના એક વરિષ્ઠ અધિકારીનું માનવું છે કે આયર્લેન્ડ શ્રેણી માટે બુમરાહની વાપસીના સંકેતો ખૂબ જ સકારાત્મક છે. અધિકારીએ કહ્યું, 'જસપ્રીત બુમરાહ આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી આયર્લેન્ડ શ્રેણી માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ સારા સમાચાર છે અને બુમરાહ ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ મેચ રમતા જોવા મળશે. જો બધું બરાબર રહ્યું તો બુમરાહ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, 'નીતિન પટેલ અને રજનીકાંત જેઓ NCAમાં ફિઝિયો છે તેઓ બુમરાહ સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને NCAમાં તેના આ સમય દરમિયાન તેની દેખરેખ રાખી રહ્યા છે. બંને ઘણા અનુભવી છે અને બુમરાહ સાથે કોઈ જોખમ લેવા માંગતા નથી. તેણે આગળ કહ્યું, 'વ્હાઈટ બોલ ક્રિકેટની દૃષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application