મતદાનનો વીડિયો વાયરલ થતાં ચૂંટણી અધિકારીએ નોંધી ફરિયાદ, ગોંડલનો video વાયરલ થતાં કાર્યવાહી

  • February 28, 2021 01:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રાજયની નગરપાલિકાઓની તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીનું મતદાન સવારે સાત કલાકથી શરુ થયુ હતું.  રાજ્યમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન સવારે તો શાંતિપૂર્ણ રીતે શરુ થયું હતું. પરંતુ બપોર સુધીમાં ચૂંટણીમાં મતદાનને લઈને વિવાદ સર્જાયો હતો. 
 

 

વિવાદ થવાનું કારણ હતું મતદાન ચાલી રહ્યું હતું તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો. આ વીડિયોમાં જોવા મળે છે કે મતદાન કરવા ગયેલી કોઈ વ્યક્તિ મતદાન કરી રહી છે અને સાથે જ તેણે આમ આદમી પાર્ટીને મત આપ્યો તેનું રેકોર્ડિંગ કર્યું છે. આ વીડિયો ગોંડલનું હોવાનું પણ સામે આવ્યું હતું.  સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લઈને ચૂંટણી અધિકારીએ ધોરણસરની ફરિયાદ દાખલ કરવાં કાર્યવાહી હાથ ધરી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS