ગોંડલમાં મેઘરાજાની દે ધનાધન : 4 કલાકમાં 5 ઈંચ વરસાદ

  • July 24, 2021 04:52 PM 

રાજકોટ જિલ્લાના ગોંડલમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. સવારે ઝરમર વરસાદથી શરુ થયેલી મેઘમહેર બપોરે ધોધમાર વરસાદ બની અને સાંજ સુધીમાં 5 ઈંચ વરસાદ વરસી ગયો હતો. ગોંડલમાં 4 જ કલાકમાં 5 ઈંચ વરસાદ થતાં મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. 

 

શહેરના જેતપુર રોડ,  જેલ ચોક,  વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ પર નદીઓ વહેતી હોઈ તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદ ને લઈને ગુંદાળા શેરીમાં પણ પાણી વહેતા થયા હતા.

 

શહેરની નાની બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. જેતપુર રોડ પર ભારે વરસાદ ને લઈને ભુવા પડવાની ઘટના પણ બની હતી. ભારે વરસાદથી શહેરના ઉમવાળા બ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. અંડર બ્રિજમાં ગળાડૂબ પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS