ગોમતી ચક્ર ધારણ કરવાથી જ નહીં ઘરમાં આ રીતે રાખવાથી પણ થાય છે લાભ

  • February 13, 2020 02:07 PM 44 views

ગોમતી ચક્રની વીટીં ઘણા લોકોએ ધારણ કરેલી તમે જોઈ હશે. આ એક સફેદ પથ્થર હોય છે જેના પર ચક્ર જેવી નિશાન હોય છે. આ વીટીં લોકો એટલા માટે પહેરે છે કે તેનાથી અનેક લાભ થાય છે.  ગોમતી ચક્ર ધારણ કરવાથી લાભ વિશે આજે તમને જાણવા મળશે. ગોમતી ચક્રની પૂજા કરી અને ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરી તેને ધારણ કરવા જોઈએ.  

 

- જો કોઈ વ્યકિત બીમાર રહેતી હોય તો તેના પીવાના પાણીમાં રાત્રે એક ગોમતી ચક્ર રાખી દેવું. સવારે તેમાંથી ગોમતી ચક્ર કાઢી અને પાણી રોગીની પીવડાવી દેવું. 
- ઘરમાં ક્લેક થતો હોય અને અશાંતિ રહેતી હોય તો ગોમતી ચક્રને સિંદૂર ભરેલી ડબ્બીમાં  રાખી ઘરના મંદિરમાં રાખી દો. 
- નોકરીમાં પ્રમોશન જોઈતું હોય તો 21 દિવસ સુધી રોજ એક ગોમતી ચક્ર શિવ મંદિરમાં શિવલિંગ પર ચઢાવો. 
- પતિ-પત્નીમાં મતભેદ રહેતા હોય તો આ ત્રણ ગોમતી ચક્ર લઈ ઘરની દક્ષિણ દિશામાં રાખી દેવા.