સોના–ચાંદીના ભાવમાં ફરી તેજી; સોનુ ૫૪૦૦૦ અને ચાંદી ૨૦૦૦ના ઉછાળા સાથે ૬૭,૦૦૦એ પહોંચી

  • September 16, 2020 11:11 AM 348 views

એક સાહના બ્રેક પછી સોના–ચાંદીના ભાવમાં ફરી તેજીનો તિખારો આવ્યો છે. કોરોના ના વધતા કેસની જેમ સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં ચાંદીના ભાવમાં પિયા ૨૦૦૦ વધીને આજે ચાંદી પિયા ૬૭૦૦૦ એ પહોંચી હતી યારે સોનાનો ભાવ ૫૪૦૦૦ એ પહોંચ્યો છે.આંતરરાષ્ટ્ર્રીય બજારમાં લાંબા ગાળા બાદ સોનું આજે ૧૯૯૦ ની ડોલરની સપાટી વટાવીને ૨૦૦૦ એ પહોંચ્યું છે અને ડોલરની સામે પિયો પણ પંદર પૈસા જેટલો નબળો પડીને ૭૪ પિયા નોંધાયો છે જેને લીધે ચાંદી અને સોના માં વધારો થયો હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે.


સ્થાનિક બજારમાં ચાંદી પિયા ૨૦૦૦ ચમકીને પિયા ૬૭૦૦૦ એ પહોંચી છે યારે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૪૦૦૦ નજીક પહોંચ્યું છે. વૈશ્વિક બજારોની મુમેન્ટ ભારતમાં પણ જોવા મળી રહી છે બુલિયન માર્કેટના વિશ્લેષકો જણાવે છે કે હવે થોડો સમય સોનુ–ચાંદીમાં તેજી ના એંધાણો જોવા મળશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application