આધુનિક ટેકનોલોજીથી ઘડાશે રાજકોટમાં સોનાના દાગીનાઓના ઘાટ

  • June 09, 2021 07:07 PM 

સોનીબજારનો ચળકાટ વિશ્ર્વફલક પર, દેશનું પ્રથમ ગોલ્ડ જવેલરી કોમન ફેસેલિટી સેન્ટર શરૂ
ફેસેલિટી સેન્ટર પર સૌ પ્રથમ પહોંચ્યું આજકાલ: ઝવેરીઓ અને કારીગરો નજીવા દરે ડિઝાઇનર જવેલરી ઘરઆગણે બનાવી શકશે: વેલરી ઉધોગને મળશે બુસ્ટર, કેન્દ્ર સરકારની મદદથી જીજેઇપીસીની મહેનત રગં લાવી


રાજકોટની સોની બજાર ફરી એક વખત વિશ્વ ફલક પર ચળકાટ કરશે.હેન્ડમેડ કારીગરી માટે હબ ગણાતા રાજકોટમાં  જેમ્સ એન્ડ જવેલરી નિકાસ પ્રમોશન કાઉન્સિલની પાંચ વરસની તપશ્ચર્યાના અંતે કેન્દ્ર સરકારે પિયા પાંચ કરોડના ખર્ચે અતિ આધુનિક ટેકનોલોજીથી સ કોમન ફેસિલિટી સેન્ટર નું નિર્માણ કયુ છે.ગોલ્ડ–સિલ્વર–ઇમિટેશન જવેલરી માટે રત્ન આભૂષણ સુવિધા કેન્દ્ર કોમન ફેસીલીટી સર્વિસ સેન્ટર દેશ નું  પ્રથમ સી પી સી સેન્ટર નો દરો મેળવશે. ડાયમંડની વેલરી માટે જૂનાગઢ પાલનપુર, અમરેલી અને વિસનગર એમ શહેરોમાં કોમન ફેસિલિટી સેન્ટર કાર્યરત છે. આભૂષણોમાં વિશ્વ વિખ્યાત બનેલી રાજકોટની હેન્ડમેડ કલા સાથે ટેકનોલોજીનો સમન્વય થતા ઝવેરીઓ અને કારીગરોની નજીવા દરે ફાયદાપ સાબિત થશે.

 


જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્રારા છેલ્લા પાંચ વર્ષ થી આ પ્રોજેકટને સફળ બનાવવા માટે મહેનત કરવામાં આવી હતી બે વર્ષ પહેલાં એમ.ઓ.યુ. થયા હતા અને કેન્દ્ર સરકારના વાણિય મંત્રાલય દ્રારા અધતન ટેકનોલોજી ના મશીન અને આ સેન્ટર માટે પિયા પાંચ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવ્યા બાદ હવે આ સેન્ટર નું સંચાલન જેમ્સ એન્ડ જવેલરી કલસ્ટર ફેડરેશન સંભાળશે. કોમન ફેસિલિટી સેન્ટર બનવાથી વેલર્સ ક્ષેત્રને બુસ્ટર મળવાની સાથોસાથ ડિઝાઇનિંગમાં પણ ન્યુ ઇનોવેશન સાથે દુનિયાભરમાં રાજકોટની બજાર નો ફરી એક વખત દબદબો થશે. આ સેન્ટર માટે જીજેઇપીસીના ગુજરાત રીજીયનનાં ડાયરેટર દિનેશ નાવડીયા અને રાજકોટ જેમ્સ એન્ડ જવેલરીનાં દિવ્યેશભાઇ પાટડીયા અને તેમની ટીમે પગના તળીયા ઘસી નાખયા છે.
જીજેઇપીસી દ્ર્રારા ભારતમાં જવેલરી ક્ષેત્ર માટે ૪ સી.એફ.સી.ની સ્થાપના કરવામાં આવી છે જે પૈકી નું  એક સી.એફ.સી. રાજકોટમાં (ગુજરાત) સ્થાપવામાં આવ્યું છે. રાજકોટ કે જે એક વેલરી મેન્યુફેકચરિંગ નું હબ ગણાય છે ત્યાં સી. એફ. સી. ૭મી જૂને કાર્યરત કરી દેવામાં આવ્યું છે.

 


જીજેઇપીસીએ યોજનાના પ્રથમ તબક્કામાં હીરા ઉધોગ માટે ગુજરાતમાં ૪ સી.એફ.સી. સ્થાપ્યા હતા અને રાજકોટ ખાતેનું આ સેન્ટરની યોજના હેઠળ ગોલ્ડ વેલરી મેન્યુફેકચરીંગ માટેનું ભારતનું પ્રથમ કોમન ફેસેલિટી સેન્ટર છે. સી.એફ.સી.નું સંચાલન લોકલ અસોસિએશન., વેલરી કલસ્ટર ફેડરેશન રાજકોટ દ્રારા કરવામાં આવશે. આ  રાજકોટના ઝવેરાત ઉધોગના કેન્દ્ર ગણાતા સોનીબજારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે સી.એફ.સી. લગભગ ૨૩૦૦ ચોરસ ફટ વિસ્તારમાં નવીનતમ અધતન ટેકનોલોજી સાથે સ કરવામાં આવેલ છે. રાજકોટમાં વેલરી બનાવવાની પ્રવૃત્તિમાં રોકાયેલા કારીગરો મુખ્યત્વે ગુજરાતી અને બંગાળી સમુદાયના છે.

 

 

તુર્કી,જર્મનીને ઇટલીના મશીન
કોમન ફેસિલિટી સેન્ટરમાં કરોડો પિયાની ડિઝાઇન બનાવવાની મશીનરી મૂકવામાં આવી છે જે તુર્કી, જર્મની અને ઇટલીથી મંગાવવામાં આવ્યું છે. એશિયાની સૌથી મોટી મશીનરી એમરાલ્ડ કંપની પાસે છે તે પ્રકારની મશીનરી હવે રાજકોટમાં ઉપલબ્ધ બને છે જેને લઇને હેન્ડવર્ક અપગ્રેડ થશે. આ મશીનરીમાં લેસર ટેકનોલોજી અને સીએનસી મશીન છે.થ્રિડી મોલ્ડ મશીન માં હવે કોઈપણ મૂર્તિના પીસ બનશે તો સૂમ ડિઝાઇન પણ હવે સરળતાથી બની રહેશે.

 

રાજકોટમાં ૧૫૦ ટન હેન્ડમેડ પ્લેઇન ગોલ્ડ જવેલરી બને છે
 પ્લેન ગોલ્ડ વેલરી મેન્યુફેકચરિંગ અને સિલ્વર વેલરી મેન્યુફેકચરિંગ માટે રાજકોટ ખૂબ જાણીતું છે. લગભગ ૫૦,૦૦૦ કારીગરો પ્લેન ગોલ્ડ વેલરીના ઉત્પાદનમાં સંકળાયેલ છે અને લગભગ ૧ લાખ કારીગરો સિલ્વર વેલરી મેન્યુફેકચરીંગમાં સંકળાયેલ છે. રાજકોટમાં હેન્ડ મેઇડ પ્લેન ગોલ્ડ ઝવેરાતનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન આશરે ૧૫૦ ટન છે. રાજકોટમાં ૧૫,૦૦૦થી વધુ એકમો છે જે જોબવર્ક નું કાર્ય કરે છે. જી એન્ડ જે ઇન્ડસ્ટ્રી માટે આ ખરેખર ગૌરવની ક્ષણ છે કે વેલરી ઉધોગ માટે પ્રથમ એવા સીએફસી સેન્ટરની સ્થાપના રાજકોટમાં કરવામાં આવી છે. આ  મારફત વેલરી ઉધોગને લગતી સેવાઓ જેમ કે વેલરી ડિઝાઇન (CAD ), સી.એ.એમ (RTP), લેસર સીએનસી, ગોલ્ડ પયોરિટી એનાલયસિસ (XRF), લેસર સોલ્ડરિંગ, લેસર માકિગ, રિફાઇનિંગ અને વાયર એન્ડ પાઇપ ફેસિંટીગ પૂરી પાડવામાં આવશે. આશા છે કે સીએફસી સ્થાનિક ઉધોગને નવી ઉંચાઇ પર લઈ જશે અને માત્ર રાજકોટ જ નહીં પરંતુ સુરેન્દ્રનગર, મોરબી, જસદણ, જૂનાગઢ જેવા નજીકના સ્થળોના એકમોને તેમના વિસ્તારોમાં ઉપલબ્ધ ન હોય તેવી સેવાઓનો લાભ મળશે.

 

વેલરી કલસ્ટર ફેડરેશન સેન્ટરનું સંચાલન કરશે

આ કોમન ફેસિલિટી સેન્ટર માટે વેલરી કલસ્ટર ફેડરેશન ઓફ રાજકોટની રચના કરવામાં આવી છે જેમાં પ્રમુખપદે ચંદ્રેશ પાટડિયા, વાઈસ પ્રેસિડન્ટ તરીકે પ્રસન્ન રાણપરા, મનોજ મેર, જોઈન્ટ સેક્રેટરીમાં ભરત રાણપરા અને ખજાનચી તરીકે અર્જુન ધકાણ, બોર્ડ મેમ્બરમાં પ્રકાશ રાણપરા, દિવ્યેશ પાટડિયા, હસુભાઈ સીતાપરા સક્રિય રહેશે. જીજેઈપીસી દ્રારા કાર્યરત આ ફેસિલિટી સેન્ટરમાં વેપારીઓ અને કારીગરો મેમ્બર બનશે. ટોકનદરે તેઓ ડીઝાઈન કરાવી શકશે. આ ફેડરેશનની ભૂમિકા એનજીઓ તરીકેની રહેશે. હાલમાં કોમન ફેસિલિટી સેન્ટરમાં ૧૪ વ્યકિતઓની અલગ–અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

 

ઓછા ખર્ચે એકસકલુઝિવ ડિઝાઇન ઘર આંગણે


સોનાના દાગીના માટે સમગ્ર દુનિયામાં રાજકોટ હબ ગણાય છે.આ દાગીના બનાવવા માટેની ઝીણામાં ઝીણી અને કલાત્મક એકસકલુઝીવ ડિઝાઈન બનાવવા માટેની મશીનરી ખૂબ જ ઓછા સોની વેપારીઓ પાસે હોવાના લીધે ડિઝાઇન બનાવવામાં વધુ સમયની સાથોસાથ ખર્ચાળ પણ પડતી હતી. આ ફેસિલિટી સેન્ટર નામાંકિત વેપારીઓ અને કારીગરો બંને માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે સાથોસાથ જવેલરી એકસપોર્ટ નવી ઐંચાઈ એ પહોંચશે. હાલમાં દેશમાં એકમાત્ર રાજકોટ ખાતે આ ફેસિલિટી સેન્ટર શ થવાથી અલગ–અલગ રાયોમાંથી અહીંના વેપારીઓ અને કારીગરો ને ઓર્ડર પણ વધશે. સેન્ટર બનતાની સાથે સાથે દેશના નામાંકિત જવેલર્સ માંથી ઓર્ડર માટે પૂછપરછ શ થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS