કોરોના સામે લડતમાં સરકારને મદદ કરતું હળવદ એમપીએમસી: ૧૧ લાખ આપ્યા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કોરોના ની મહામારીને પગલે દેશ આખો લોકડાઉન કરાયો છે ત્યારે ઉદ્યોગપતિઓ,સામાજિક સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના રાહત ફંડમાં પોતાની યથાશક્તિ મુજબ સહાય કરવામાં આવી રહી છે ત્યારે આજે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા  કેન્દ્ર સરકારના રાહત ફંડમાં ૫.૫૧લાખ અને રાજ્ય સરકારના રાહત ફંડમાં ૫. ૫૧ લાખ  મળી કુલ ૧૧ લાખ બે હજારની સહાય કરવામાં આવી છે  આ સહાયના ચેક માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો. આઅંગે હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ એ જણાવ્યું હતું કે  રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા દ્વારા જ્યારે પણ હળવદ માર્કેટ યાર્ડ માટે કોઈ ખેડૂત લક્ષી કામ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવતી ત્યારે હંમેશા રાજ્ય સરકાર દ્વારા હળવદ માર્કેટ યાર્ડને સાથ સહકાર આપ્યો છે ત્યારે બીજા દેશોની પરિસ્થિતિ જોતા આપણા દેશ અને રાજ્યમાં આરોગ્યની પૂરતી સુવિધા  ઉપલબ્ધ થાય તેવા આયસય થી સાહય કરવામાં આવી છે ઉપરાંત લોકડાઊન દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો તેમજ ગરીબ લોકોને જ્યારે પણ કોઈ જીવન જરુરીયાત ની તકલીફ પડે ત્યારે હળવદ માર્કેટયાર્ડ હંમેશા તેમની સાથે ઊભું  રહ્યું છે અને ઉભુ રહેશે.જ્યારે માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલ એ જણાવ્યું હતું કે હાલ માકેટીંગયાર્ડ માં લોક ડાઉનને પગલે રજાઓ છે ત્યારે ખાસ કરીને પંથકમાં દર્દીઓ હેરાન ન થાય તે માટે માર્કેટ યાર્ડના એમ્બ્યુલન્સના બંને ડ્રાઇવરો લોકડાઉન  દરમિયાન પણ પોતાની ફરજ બજાવી  રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS