કુવાડવાના રફાળામાં ચુલાની ઝાળે દાઝી ગયેલી કિશોરીએ દમ તોડયો

  • January 17, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોઠારીયા સોલવન્ટમાં ૧૦ વર્ષના બાળકનું બીમારી સબબ મોત:લીંબડીના બાદેલાપરામાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત




કુવાડવા તાલુકાના રફાળા ગામે ચુલાની ઝાળે ૧૫ વર્ષની કિશોરી દાઝી જતા તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અહીં સારવાર દરમિયાન આ કિશોરીએ દમ તોડી દીધો છે.





જાણવ મળતી વિગતો મુજબ,કુવાડવા તાલુકાના રફાળા ગામે રહેતી અંતર ચંદુભાઇ ગણાવા(ઉ.વ ૧૫) નામની કિશોરી મકરસંક્રાતિના દિવસે ચુલે પાણી ગરમ કરતી હતી તે સમયે અકસ્માતે દાઝી જતા તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અહીં સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના તેણીએ દમ તોડી દીધો હતો.આ કિશોરીનો પરિવાર મૂળ દાહોદના ગરબાડા ગામનો વતની છે તે અહીં વાડીએ ખેત મજુરીનું કામ કરતો હતો.બાળકી બે ભાઇ ચાર બહેનના પરિવારમાં વચેટ હતી તેમજ તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું માલુમ પડયું છે.





જયારે અન્ય એક બનાવમાં રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ પાસે સીતારામ સોસાયટીમાં રહેતો કૃપાલ કિર્તીભાઇ મારડીયા(ઉ.વ ૧૦) નામનો બાળક બીમારી સબબ રાત્રીના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યેા હતો.બાળક ધો.૫ માં અભ્યાસ કરતો હતો તે બે ભાઇના પરિવારમાં નાનો હતો.




આ સિવાય લીંબડીના બાદેલાપરા ગામે ચબુતરા પાસે રહેતી સંગીતાબેન રમણીકભાઇ વ્યાસ(ઉ.વ ૩૭) નામની પરિણીતા સાંજના બીમારી સબબ ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ બાદમાં સરકારી દવાખાને લાવતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application