તરૂણીને મંગેતર પસંદ ન હોવાનો ખ્યાલ પડતા જ આરોપીએ પ્રેમજાળ રચી વારંવાર દુષ્કર્મ આચર્યું

  • July 07, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તરૂણીને ભગાડી ગયા બાદ પોલીસ શોધી ન શકે માટે આરોપી ફોન સતત સ્વીચઓફ રાખતો હતો: આરોપી સામે દુષ્કર્મ-પોકસોની કલમનો ઉમેરો: બપોરબાદ કોર્ટહવાલે


આમ્રપાલી નજીક ઝૂપડમાં રહેતા પરિવારની ૧૩ વર્ષની સગીરા લાપતા બની હોય જેમાં ગાંધીગ્રામ પોલીસે કુનેહપૂર્વક તપાસ હાથ ધરી આરોપીનું નામ સરનામું કે ફોટો ન હોવા છતાં ખંઢેરા ગામે દુર્ગમ વિસ્તારમાં ત્રણ કિલોમીટર ચાલી સગીરાને શોધી કાઢી આરોપીને ઝડપી લીધો હતો.બાદમાં પોલીસ દ્વારા સગીરાનુ મેડિકલ ચેકઅપ કરાવાયું હતું ત્યાર બાદ આરોપી સામે દુષ્કર્મ-પોકસોની કમલનો ઉમેરો કરાયો છે.સગીરાને તેનો મંગેતર પસંદ ન હોવાનો ખ્યાલ આવતા જ આરોપીએ તેણીને પ્રેમજાળમાં ફસાવી ભાગાડી જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.આજરોજ બપોરબાદ આરોપીને કોર્ટહવાલે કરાશે.




આમ્રપાલી રેલવે પાટા પાસેના વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતી 13 વર્ષની સગીરા તારીખ 9/6 ના રોજ લાપતા બની હતી. જે અંગે તેણીના પરિવારજનોએ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો નોંધી બનાવવાની ગંભીરતાને ધ્યાને લઇ પીઆઇ એમ.જી. વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.જાડેજા તથા ટીમે તપાસ શરૂ કરી હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ મકરાણી અને કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ગોહિલને એવી સચોટ બાતમી મળી હતી કે, સગીરાનુ અપહરણ કરનાર સોમો ઉર્ફે ઉમેશ નામનો શખસ હોય જે રખડતું ભટકતુ જીવન પસાર કરતો હોય અને હાલ તે કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ પાસે સીમ વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં પહોંચી ત્રણ કિલોમીટર ચાલી સગીરાને શોધી કાઢી આરોપી સોમો ઉર્ફે ઉમેશ ભવાનભાઈ વાઘેલા (ઉ.વ 19 રહે મૂળ વીરપુર બસ સ્ટેન્ડ બાજુમાં) ને ઝડપી લીધો હતો.





પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા આરોપીએ તેના પર એકથી વધુ વખત દુષ્કર્મ આર્ચયાનું ખુલતા પોલીસે આરોપી સોમો ઉર્ફે ઉમેશ સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમનો ઉમેરો કર્યો છે.




પોલીસે વિશેષમાં જણાવ્યું છે કે,આરોપી બનાવ સમયે પાંચેક દિવસથી રાજકોટ સગીરાના ઝૂપડાની બાજુમાં રહેવા આવ્યો હોય તે દરમિયાન સગીરા સાથે તેને મિત્રતા કરી હતી.બાદમાં વાતો વાતોમાં સગીરાએ પરિવારજનોએ તેના માટે જે મુરતીયો શોધ્યો છે તે દારૂડીયો હોય પસંદ નો હોવાનું સગીરાએ જણાવતા આરોપીએ તકનો લાભ લઇ તેણીને પ્રેમજાળમાં ફસાવી ભાગાડી ગયો હતો.સગીરાને ભગાડી ગયા બાદ આરોપી કાલાવડ પંથકમાં ખેતી કામ કરવા લાગ્યો હતો અને અહીં ઝૂંપડામાં જ તેણે સગીરાએ ૨૭ દિવસ રાખી હોય આ દરમિયાન વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું.સગીરાને ભાગાડી ગયા બાદ પોતે પકડાઇ ન જાય માટે આરોપી સતત ફોન સ્વીચઓફ રાખતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application