BREAKING NEWS

જામનગર: વસઇ પાસે હીટ એન્ડ રન : રોડ ક્રોસ કરતી બાળકીનું મોત

  • July 14, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: વસઇ પાસે હીટ એન્ડ રન : રોડ ક્રોસ કરતી બાળકીનું મોત

ઇનોવા કારના ચાલક સામે ફરીયાદ : ફલ્લા નજીક બેકાબુ કારની હડફેટે મહિલા દસ ફુટ દુર ફંગોળાયા

જામનગર પંથકમાં વાહન અકસ્માતના વધી રહેલા બનાવો વચ્ચે હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે તેમાં જામનગર-ખંભાળીયા હાઇવે પર વસઇ પાસે ચોકલેટના કારખાના સામે પખવાડીયા પુર્વે રોડ ક્રોસ કરી રહેલી બાળાને ઇનોવા કારના ચાલકે ઠોકર મારી ગંભીર ઇજા પહોચાડી હતી, દરમ્યાન બાળાનું સારવારમાં મૃત્યુ નિપજયુ છે. ફરીયાદના આધારે સિકકા પોલીસ દ્વારા ઇનોવા કારચાલક સામે ગુનો નોંધીને તપાસ લંબાવી છે, જયારે ફલ્લા નજીક બેકાબુ કારે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને હડફેટે લઇને ફુટબોલની જેમ ફંગોળી ગંભીર ઇજા પહોચાડી હતી. 

મુળ એમપીના ધાર જીલ્લાના અને હાલ જામનગર તાલુકાના વસઇ ગામમાં વાડી ખાતે રહીને મજુરી કામ કરતા અનિલ ગુમાનભાઇ મકવાણા (ઉ.વ.૩૩)એ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં ઇનોવા કાર નં. જીજે૩૭એબી-૧૬૪૮ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૩૦ના સાંજના ૪-૩૦ વાગ્યાના સુમારે જામનગર-ખંભાળીયા હાઇવે વસઇ ચોકલેટના કારખાના સામે ફરીયાદીની ૧૩ વર્ષની પુત્રી રાધા રોડ ક્રોસ કરતી હતી એ વેળાએ ઇનોવા કારના ચાલકે ફુલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી બાળકી રાધાને ઠોકર મારી હતી.

આ અકસ્માતમાં બાળાને માથાના ભાગે ગંભીર ઇજા અને શરીરે છોલછાલ જેવી ઇજાઓ થતા ૧૦૮ મારફત જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જયા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ છે. બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે, ફરીયાદ અનુસંધાને સિકકા પોલીસ દ્વારા કારચાલકની વિધિવત ધરપકડ કરવા સહિતની તપાસ કાર્યવાહી આગળ ધપાવી હતી. 
​​​​​​​
અન્ય એક બનાવમાં જામનગર નજીક ફલ્લા ગામ પાસે બે દિવસ પહેલા એક મહિલા રોડ ક્રોસ કરી રહયા હતા ત્યારે પુરઝડપે આવેલ કારે હડફેટે લઇ અંદાજે ૧૦ ફુટ દુર ફંગોળી ઇજા પહોચાડી હતી કારચાલક નાશી ગયો હતો દરમ્યાન આ અંગેની જાણ થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જયાં ફરીયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application