BREAKING NEWS

મેટોડામાં મામાના ઘરે વેકેશન કરવા આવેલી મોટી પાનેલીની બાળાનું તાવ-ઉલ્ટી બાદ મોત

  • April 30, 2026 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટોડામાં મામાના ઘરે વેકેશન કરવા આવેલી મોટી પાનેલીની 10 વર્ષીય બાળકીનું ઝાડા-ઉલ્ટી થતા મોત નીપજ્યું છે.

બનાવની મળતી વિગત મુજબ મોટી પાનેલી ગામે રહેતી અને ધો.5માં અભ્યાસ કરતી પૂર્વીશા મહેશભાઈ બગડા (ઉ.વ.10)ની બાળકી બે-ત્રણ દિવસથી મેટોડામાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા માટે આવી હતી દરમિયાન તાવ અને ઉલ્ટી થતા નજીકના દવાખાનામાંથી દવા લીધી હતી. જે બાદ પણ તબિયત ન સુધરતા રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી દરમિયાન ચાલુ સારવારે રાત્રીના આંખ મીંચી લેતા પરિવારમા કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા મેટોડા પોલીસને જાણ કરવાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બાળકીન પિતા મહેશભાઈ મજૂરી કામ કરે છે. પુત્રીના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application