યુવતીની બહાદુરી કે બેવકૂફી ?, મગર સાથે નાનકડા પપીની માફક કરી રહી છે મસ્તી

  • August 04, 2024 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવતીએ પોતાની હિંમત અને બહાદુરી બતાવી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી પાણીમાં એક વિશાળ મગર પાસે જાય છે, તેને પ્રેમથી ચુંબન કરે છે અને પછી પોતાના હાથથી તેને ખવડાવે છે. મગર સાથે છોકરીની આવી મિત્રતા સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે.


આ વીડિયો 26 જૂને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો પોસ્ટ થયા બાદથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. જોકે, કોઈએ  આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી નથી. આ ઘટના કયા સ્થળે બની તે પણ સ્પષ્ટ નથી. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


જ્યાં કેટલાક લોકો યુવતીની હિંમતના વખાણ કરી રહ્યા છે અને તેની બહાદુરીને સલામ કરી રહ્યા છે તો ઘણા લોકો તેની સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યા છે. મગરોને સામાન્ય રીતે જળચર જીવનનું અત્યંત જોખમી પ્રાણી માનવામાં આવે છે, કોઈ માણસ તેની આટલી નજીક જાય એ ખરેખર મૂર્ખામી ભર્યું પગલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application