આ મહિલા ખેલાડીએ ટોપલેસ તસ્વીર શેર કરી તો મચી ગઈ ધમાલ, અન્ય ખેલાડી આપી રહ્યા છે આવી સલાહ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડીય એ લોકોને અભિવ્યક્તિની સ્વતન્ત્રતા આપી છે ત્યાર સ્વતંત્રતાનો સેલીબ્રીટી થી માંડી ને સૌ કોઈ ભરપુર લાભ ઉઠાવી રહ્યા છે. એક  મહિલા ખેલાડીએ સોશિયલ મીડિયા પર  ટૉપલેસ તસવીર શેર કરી ત્યારે એક ગ્ગજ ખેલાડીએ  'તારે ન્યૂડ થવાની જરૂર નથી!' તેમ સલાહ આપવી પડી. આ મહિલા ખેલાડી અતિ પ્રસિદ્ધ મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ખેલાડી જિના કરાનો છે જેણે આઠ મેચ રમ્યા છે.

 

 સેલીબ્રીટી જયારે કોઈ વિચિત્ર પોસ્ટ મુકે છે ત્યારે પાછળથી વિવાદ થાય છે. મિક્સ્ડ માર્શલ આર્ટ્સની લેજેન્ડ ફાઇટર જિના કરાનો સાથે પણ કંઇક આવું જ થયું. જિનાએ સોશિયલ મીડિયા પર એક ટૉપલેસ ફોટો શેર કર્યો. જે આગની જેમ વાયરલ થવા લાગ્યો. જિના કરાનોએ આ ફોટોને આઝાદીના નામે શેર કર્યો હતો. જિના કરાનોએ લખ્યું હતું કે મને આઝાદી ગજબ લાગે છે. હું તમને લોકોને કહી પણ નથી શકતી કે આઝાદી કેટલી મહત્વની વસ્તુ છે. તમે રોજ જાગો છો અને કંઇ પણ કરી શકો છો.જયારે તેને આ પોસ્ટ લ ટ્રોલ કરવામાં આવી રહી છે.


 જિના કરાનોની આ તસ્વીરે  તેના અનેક ફેન્સને તેના કાયલ કરી દીધા પણ બ્રાઝિલના જિયુ જિત્સુ માસ્ટર રેંજો ગ્રેસીએ કરાનોની ખૂબ આલોચના કરી. જિના કરાનોની આ ફોટોને લઇને રેંજો ગ્રેજીએ લખ્યું કે તું કપડા પહેરી લે, તારે આ કરવાની જરૂર નથી. તું ખૂબ જ સુંદર મહિલાઓમાંથી એક છે. અને આ માટે જ તમારી આ રીતના ફોટોની જરૂરત નથી.મિક્સ્ડ માર્શલ આર્ટ્સની લેજેન્ડ ફાઇટર જિના કરાનો સોશિયલ મીડિયામાં પણ એટલી જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી આવી છો. અને દુનિયાભરમાં તેના અનેક ફેન્સ આ તસવીરો જોઇને તે પર કૉમેન્ટ કરતા રહે છે. ત્યારે તેની આ વિવાદિત તસવીરે મોટી ચર્ચા ઊભી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS