રાજકોટમાં મહિલાઓ માટે જીઆઇડીસી બનાવાશે

  • June 24, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઔધોગિક ક્ષેત્રે પોતાનું નામ રોશન કરવા માટે મહિલાઓને પણ પૂરતું પ્લેટફોર્મ મળી રહે તે માટે ખાસ મહિલાઓ માટે નવી જીઆઇડીસી સ્થાપવાની માગણી ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ સરકારમાં કરી છે. 'આજકાલ'ની મુલાકાતે આવેલા ભાનુબેન બાબરીયાએ એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સંદર્ભે મારે ઉધોગ વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપુત સાથે ચર્ચા થઈ છે અને તેમનો અભિગમ હકારાત્મક રહ્યો છે.





ભાનુબેન બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં જનાના હોસ્પિટલના નવનિર્માણની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. સિવિલ, ઇલેકિટ્રકલ વર્ક પૂરા થઈ ગયા છે અને સાધન મશીનરી ગોઠવવાની કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. આ માટે મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવશે. રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે હત્પં પણ હાજર રહીશ.
બહેનો દ્રારા સ્વરોજગારીના નાના–મોટા જે કામ થાય છે તેને માર્કેટ મળી રહે તે માટે આગામી દિવસોમાં રાજકોટમાં મહિલાઓ માટે મેળાનું આયોજન કરવામાં આવશે.આ અંગેની તારીખ અને સ્થળ બાબતે આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે.





મંત્રી ભાનુબેન બાબરીયા એ વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓને ધંધા રોજગારમાં ઉપયોગી થાય તે માટે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવનાં છે. આ ઉપરાંત વિદેશમાં અભ્યાસ કરવા માટે તેજસ્વી છાત્રોને લોન આપવાની સરકારની યોજના છે. આવી લોનનો વધુમાં વધુ વિધાર્થીઓ લાભ લે તે માટે સરકારના પ્રયાસો છે. સરકારની લોન લઈને વિદેશમાં ભણતા વિધાર્થીઓના અનુભવો પણ આ મેળામાં રજૂ કરવામાં આવશે.





વાવાઝોડાના કારણે કચ્છમાં કેરી અને ખારેકના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તે બાબતે ભાનુબેન બાબરીયા નું ધ્યાન દોરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ માટેનો સર્વે ચાલી રહ્યો છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કચ્છની મુલાકાત કરી છે અને સર્વે નો રિપોર્ટ આવી ગયા પછી યાં પણ જર પડશે ત્યાં પૂરતા પ્રમાણમાં સરકાર તરફથી સહાય આપવામાં આવશે. ભાનુબેન બાબરીયા ની આજકાલની મુલાકાત વખતે તેમની સાથે ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ રહ્યા હતા.



બાળકો માટે પણ યોગની વ્યવસ્થા
આંગણવાડીમાં ભણવા આવતા અને હોસ્ટેલમાં રહેતા બાળકો માટે મંત્રી બાબરીયાએ યોગ માટેની ખાસ વ્યવસ્થા કરી છે અને બાળકો તેનો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે.



ઇન્ટર હોસ્ટેલ કોમ્પિટીશન યોજાશે
હોસ્ટેલોમાં રહેતા વિધાર્થીઓ પણ રમતગમતના ક્ષેત્રે નામ કાઢે અને રમતગમતના માધ્યમથી તેમનામાં ખેલદિલીનો ભાવ વધુ પ્રબળ બને તે માટે ઇન્ટર હોસ્ટેલ સ્પોર્ટ કોમ્પિટિશન આગામી દિવસોમાં યોજવામાં આવશે તેવી જાહેરાત પણ ભાનુબેન બાબરીયાએ કરી હતી.



આંગણવાડીઓમાં મીલેટસમાંથી બનાવેલું ભોજન અપાશે
આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી એવા મીલેટસનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુંબેશ ઉપાડી છે. વડાપ્રધાનની આ ઝૂબેશ ના એક ભાગપે આંગણવાડીમાં બાળકોને મીલેટસ ધાન્યમાંથી બનાવવામાં આવેલ ભોજન પીરસવામાં આવશે.



પાલક માતા પિતાને પણ દીકરીના લગ્ન પ્રસંગે બે લાખ આપશે
મહિલા બાળ વિકાસના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે પાલક માતા–પિતાના આશરે રહેતી દીકરીના લ થાય ત્યારે તેને પણ સહાયપ થવા માટે પિયા બે લાખની સહાય આપવાનો નિર્ણય અમે કર્યેા છે.



દાખલામાં બે સાક્ષીના નિયમ મામલે કલેકટર ખાતે વાતચીત કરતા મંત્રી ભાનુબેન
નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા માટે બે સાક્ષીને બમાં હાજર રાખી તેના આધાર પુરાવાઓ ચકાસીને દાખલા આપવાના ૧૦ વર્ષ જૂના નિયમનો આ વર્ષે એકાએક અમલ કરાતા ભારે રોષની લાગણી ફેલાવવા પામી છે. આ બાબતે ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી સાથે વાત કરી હતી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે અને ઝડપથી કામ પૂં થાય તે જોવા સૂચના આપી હતી.



રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રૂા.૩૦૮.૯૦ કરોડ માર્ગ મકાન વિભાગના કામો મંજૂર
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળ પરિવહન મળી રહે તેવા ઉમદા હેતુસર રૂા.૩૦૮.૯૦ કરોડના ખર્ચે કુલ ૮૯.૫૪૦ કિ.મી.ના રસ્તાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મંજૂરી આપી છે. રાજકોટના નાગરિકો વતી વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી ભાનુબેન બાબરિયાએ રાજયના સરળ અને મૃદુ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યેા હતો. રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારના સ્ટેટ હાઇ–વેના મુખ્ય માર્ગ રાજકોટ–ભાવનગર રોડના નવીનીકરણ માટે નાગરિકો દ્રારા રજૂઆતો મળી હતી. તેને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ ૭૦ કિ.મી.ના રાજકોટ–ભાવનગર હાઇવેને રૂા.૨૯૩ કરોડના ખર્ચે ફોર–લેન માર્ગને રિસર્ફેસિંગ માટે મંજુરી આપી છે. રૂા.૧૦.૫૦ કરોડના ખર્ચે ૮.૯૦ કિ.મી.ના રાજકોટ–કાલાવડ રોડ મેટોડા સુધીનો રસ્તો તથા જિલ્લા પંચાયત રાજકોટ હસ્તકના ૧૦.૬૪૦ કિ.મી.ના એસ.એચ.થી મેટોડા એપ્રોચ રોડ, રણુજા લાપાસરી રોડ, કાળીપાટ એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવેથી કૃષ્ણનગર કણકોટ રામનગર રોડ અને નગરપીપળિયાથી દેવડા છાપરા રોડ વિગેરે રસ્તાઓને રૂા.૫.૪૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. જેના પરિણામે નાગરિકોને વાહન પરિવહન સુવિધામાં ખૂબ જ સરળતા થશે.



મહિલા–બાળ વિકાસ માટે ૬૦૬૪ કરોડ સરકારે ફાળવ્યા છે: ભાનુબેન બાબરિયા
– નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે અંદાજપત્રકમાં કુલ ૬ હજાર ૬૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે ગત વર્ષની સરખામણીમાં ૨૨ ટકા જેટલે વધારે છે તેમ ભાનુબેને જણાવ્યું હતું.
– ૫ માર્ચ–૨૦૨૩ના રોજ શ્રે કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડ તેમજ મહિલા વિકાસ પુરસ્કારથી સન્માનીત કર્યા.
– જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ ક્રીઓના જન્મદર વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતો જે ૨૦૨૦માં વધીને ૯૬૫ થયા છે. ગંગા સ્વરૂપ બહેનો માટે ગત વર્ષ કરતા લગભગ ડબલ રકમની જોગવાઇ ચાલુ નાણાકીય વર્ષમાં કરવામાં આવી છે.
– માતા–યશોદા તરીકે ફરજ બજાવતી આંગણવાડી બહેનોના માનદ વેતન અને સુવિધા માટે રૂા.૯૫૨ કરોડની જોગવાઇ કરી છે.
– પુરક પોષણ યોજનાનો લાભ આશરે ૧૪ લાખ લાભાર્થીઓ રાયમાં મેળવે છે.
– રેડી ટુ કુક ટી.એચ.આર.નો લાભ રાયના ૪૦ લાભાર્થીઓને આપવામાં આવે છે.
– મુખ્યમંત્રી માતૃ શકિત યોજના હેઠળ દર મહિને ૧ હજાર હજાર દિવસ સુધી પોષણ કીટ આપવા માટે રૂા.૨૧૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષે આ કીટનો લાભ ૩ લાખ ૬૦ હજાર લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.
– પોષણ સુધા યોજના અંતર્ગત ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૧૦૬ આદિજાતિ આઇસીડીએસ ઘટકોમાં આંગણવાડી કેન્દ્રોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખત સંપૂર્ણ ભોજન સાથે આર્યનની ગોળી અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. આ માટે ૧૩૩ કરોડ ૧૪ લાખની જોગવાઇ કરી છે.
– મિલેટના પોષક તત્વોનો લાભ આઇસીડીએસના લાભાર્થીઓને મળી રહે તે માટે તબકકાવાર મિલેટનો ઉપયોગ આઇસીડીએસમાં શરૂ કરવાનું આયોજન છે.
– ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં અરજીથી સહાય મંજુર થવા સુધીની તમામ કામગીરી ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત ઓનલાઇન કરાય, અગાઉ પોસ્ટ ઓફિસ મારફતે સહાયની રકમ પૂરી પાડવામાં આવતી હતી. તે માટે પોસ્ટ ઓફિસની પાંચ ટકા (૫ ટકા) કમીશન આપવું પડતું હતું. વર્ષ ૨૦૨૦માં રાય સરકાર દ્રારા ડીબીટીની શરૂઆત કરવાથી રૂા.૧૧૦ કરોડની વાર્ષિક બચત થાય છે.



વાવાઝોડામાં સરકારની કામગીરીના મીડિયાએ કરેલા વખાણની નોંધ કેબિનેટમાં લેવાઈ
તાજેતરમાં આવેલા વાવાઝોડામાં ઝીરો કેઝયુલીટીના સરકારી વલણની અને આ અંગે કરવામાં આવેલી કામગીરીની પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મીડિયામાં ભરપૂર સરાહના કરવામાં આવતા તેની નોંધ કેબિનેટની બેઠકમાં પણ લેવામાં આવી હોવાનું મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું. ભાનુબેન વધુમાં કહ્યું હતું કે વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત ત્રણ દિવસ –રાત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર અને કંટ્રોલમમાં કાર્યરત રહ્યા હતા. તમામ મંત્રીઓ પણ કામે લાગી ગયા હતા. મિનિટ ટુ મિનિટ કામગીરી બાબતે ચર્ચા સમીક્ષા થતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ સતત અપડેટ લેતા હતા અને શું જોઈએ છે તે જલ્દી જણાવો તેમ કહેતા હતા.



અનુ.જાતિ માટે બજેટમાં ૧૦૫૫૮ કરોડની જોગવાઇ: ભાનુબેન
રાજકોટ આજકાલની મુલાકાતે આવેલા ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ માટે રાયનું કુલ રૂા.૩ લાખ ૧ હજાર ૨૨૨ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અનુસુચિત જાતિ, વિકસતી જાતિ, સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના સહિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂપિયા ૧૦ હજાર ૫૫૮ કરોડ ૭૨ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા રૂા.૧ હજાર ૯૩૪ કરોડ ૭૫ લાખનો વધારો એટલે કે ૨૨.૪૩ ટકાનો વધારો દર્શાવે છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગેા, આર્થિક અને પછાત વર્ગ, વિચરતી અને વિમુકત જાતિઓ, લઘુમતિ, બિન અનામત વર્ગેા, દિવ્યાંગો, નિરાધાર વૃધ્ધ અને થર્ડ જનરેશન સહિત રાયની લગભગ ૯૦ ટકા વસ્તીને સ્પર્શે છે.
– યોજનાઓનું ઇ–ગ્રામ કેન્દ્ર સાથે જોડાણ કરવા રૂા.૬૭ લાખની નવી બાબતી.
– છોટા ઉદેપુર મોરબી, ગીરસોમનાથ જિલ્લામાં નવા ડો.આંબેડકર ભવન બાંધવા માટે રૂા.૫ કરોડ ૨૨ લાખની નવી બાબત.
– રાજકોટ ખાતે રૂા.૬ કરોડના ખર્ચે ધોરણ ૧૧–૧૨ કક્ષાના સરકારી છાત્રાલયોનું બાંધકામ.
– પાલક માતા–પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાથી પૈકી દીકરીઓના લ સમયે રૂા.૨ લાખની સહાય.
– ચિલ્ડ્રન હોમ ફોર ગલ્ર્સ મોડાસા, જિ.અરવલ્લીના નવા મકાન બાંધકામ માટે રૂા.૨ કરોડ ૬૬ લાખની નવી બાબત.
– વિભાગ હેઠળના નિગમો માટે ૧૬૬ કરોડની જોગવાઇ.
– નિગમના લાભાર્થીઓની પસંદગી માટે યુ ટયુબ લાઇવના માધ્યમથી સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ ડ્રોના માધ્યમથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી. લાભાર્થી રીપેમેન્ટ ઓનલાઇન કરી શકે તે માટે પોર્ટલ મારફત સગવડ પુરી પાડવાનું પણ શરૂ કરવામાં આવી.
– વિશ્ર્વ પર્યાવરણ દિવસ અને વિશ્ર્વ યોગ દિવસની વિભાગ હસ્તકની સંસ્થાઓમાં ઉજવણી કરવામાં આવી.
– દિવ્યાંગ વ્યકિતઓ માટે ઇલેકટ્રીક સ્કૂટર ખરીદવાની યોજનાનો અમલ ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તથા યોજનાનો લાભ વધુ સુગમતાથી અરજદારોને આપી શકાય તે માટે યોજનાની શરતોમાં સુધારા–વધારા કરવામાં આવ્યા.
– વિકસતી જાતિ કલ્યાણ હેઠળની વિદેશ અભ્યાસ લોન યોજનાની લોનની ચુકવણી એક જ હામાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.




નારી સંરક્ષણ ગૃહની બહેનોને લગ્ન પ્રસંગે અપાતી સહાય ૨૦,૦૦૦માંથી વધારી બે લાખ કરી

નારી સંરક્ષણ ગૃહમાં આશરો રહી રહેલી બહેનોના લ પ્રસંગે અત્યાર સુધી પિયા ૨૦,૦૦૦ સહાય પેટે ચૂકવવામાં આવતા હતા સરકારે આ રકમ વધારીને બે લાખ પિયા કરી છે તેવી મહત્વની જાહેરાત ભાનુબેન બાબરીયાએ કરી હતી અને જણાવ્યું હતું કે ભાવનગરમાં એક કિસ્સામાં આ મુજબ સહાય અપાય પણ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application