નોંધી લો ઘરે ચટપટા જામનગરી ઘુઘરા બનાવવાની રીત

  • March 14, 2020 11:14 AM 1127 views


સામગ્રી
મેંદો-300 ગ્રામ
તેલ- મોણ માટે અને તળવા માટે
બટેટા- 500 ગ્રામ
આદુ-મરચાંની પેસ્ટ
નમક સ્વાદાનુસાર
ગરમ મસાલો

 

પીરસવા માટે 
ખજૂર આમલીની ચટણી
લીલી ચરણી
લસણની ચટણી
કોથમરી
સેવ

 

રીત
મેંદાના લોટમાં તેલનું મોણ ઉમેરી કણક બાંધી લો. તેને 30 મિનિટ માટે ઢાંકી અને રાખી દો. હવે બાફેલા બટેટાની પેસ્ટ કરી લો અને તેમાં ઉપરોક્ત મસાલા ઉમેરી તેનું પુરણ તૈયાર કરો. હવે અગાઉ બાંધેલા લોટમાંથી પુરી વણી તેમાં પુરણનું સ્ટફીંગ મુકી અને ઘુઘરા બનાવી લો. બધા ઘુઘરા તૈયાર થઈ જાય એટલે તેને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. હવે તૈયાર કરેલા ઘુઘરાને ખજૂર આમલીની ચટણી, લીલી ચરણી, લસણની ચટણી, કોથમરી, સેવ સાથે સર્વ કરો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application