ઘોઘામાં રો પેક્ષના મુસાફરોને દોઢ કલાક બેસાડી રખાતા દેકારો

  • July 20, 2021 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાર્કિંગ સાઈડમાં યાત્રીઓને બેસાડી રાખ્યા, પ્રશ્નનો મારો ચાલતા ખરાબ હવામાનનું કારણ આગળ ધરાયુ : પહેલેથી કેમ જાણ ન કરી અંધારામાં રાખ્યા તે સવાલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિર્સ પાછળ સરકારી તિજોરીમાંથી અબજો રૂપિયાના ખર્ચ પછી પણ વિશ્વસનીય સેવા મળતી નથી. ગઈકાલે સોમવારે વધુ એક વાર રોરો ફેરી સર્વિસ અટવાતા મુસાફરોને દોઢ કલાક સુધી તપવું પડ્યું હતું. અને નિર્ધારિત સમયે મુકામે પહોંચી શક્યા ન હતા. 

 

ઘોઘાથી બપોરે 3 વાગે હજીરા માટે ચાલનાર રોપેક્સ ફેરી સર્વિસ સમય થવા છતાં ચલાવાઈ ન હતી. લગભગ દોઢ કલાક મોડી ફેરી સર્વિસ ઉપડી હતી જેના કારણે યાત્રીઓના સમયપત્રક વિખેરાયા હતા. આ મુદ્દે ભારે કચવાટ અને દેકારો થયો હતો..ફેરી સર્વિસ સંચાલક કંપનીએ કોઈ સ્પષ્ટતા નહિ કરી મુસાફરોને પાર્કિંગની સાઈડમાં બેસાડી રાખ્યા હતા. 

 

આખરે યાત્રિકોએ સવાલોનો મારો ચલાવ્યો ત્યારે ખરાબ વાતાવરણનું કારણ આગળ ધરી દેવાયું હતું. જોકે, એ પૂર્વે ફેરી સર્વિસ મોડી ચાલશે તે અંગે મુસાફરોને કોઈ જાણકારી નહિ આપી અંધારામાં રાખવામાં આવ્યા હતા. આ સામે ભારે રોષ ઉભો થયો હતો.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS