BREAKING NEWS

જામનગરની જી.જી.હોસ્પિટલને સતત ત્રીજી વખત “લક્ષ્ય” પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલનું સર્ટીફીકેટ તથા પીડીયાટ્રીક વિભાગને પ્રથમ વખત MusQan સર્ટીફીકેટ એનાયત

  • May 06, 2026 09:54 AM 

જામનગરની જી.જી.હોસ્પિટલને સતત ત્રીજી વખત “લક્ષ્ય” પ્રોગ્રામ હેઠળ નેશનલ લેવલનું સર્ટીફીકેટ તથા પીડીયાટ્રીક વિભાગને પ્રથમ વખત MusQan સર્ટીફીકેટ એનાયત

જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે તા. ૦૯/૦૧/૨૦૨૬ અને ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ ગાયનેક વિભાગના લેબરરૂમ તથા મેટરનિટી ઓપરેશન થિયેટરનું LaQshya નેશનલ લેવલ એસેસમેન્ટ આવેલ હતું તથા પીડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ., ઓ.પી.ડી., વોર્ડ તથા એન.આર.સી.નું MusQan નેશનલ લેવલ એસેસમેન્ટ આવેલ હતું.  આ અસેસમેન્ટ માટે બે નેશનલ લેવલના અસેસર આવેલ હતા. તેઓને હોસ્પિટલનું બ્રીફિંગ ઓપનીંગ મીટીંગમાં કરવામાં આવેલ હતું. ત્યારબાદ અસેસરો દ્વારા ગાયનેક વિભાગના લેબર રૂમ તથા મેટરનીટી ઓપરેશન થિયેટરનો અને પીડીયાટ્રીક વિભાગના એસ.એન.સી.યુ., ઓ.પી.ડી., વોર્ડ તથા એન.આર.સી. અને ગાયનેક વિભાગના લેબરરૂમ, મેટરનીટી ઓપરેશન થીએટર તથા વોર્ડનો  ક્વોલીટી રીલેટેડ રાઉન્ડ લેવામાં આવેલ હતો. 

જેમાં અસેસર દ્વારા તમામ રેકોર્ડ, રજીસ્ટર, IEC  મતિરિઅલ, ઉપલબ્ધ સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારી/ કર્મચારીને વિવિધ પ્રશ્નો તથા પ્રેક્ટીકલ ડેમો કરાવવામાં આવેલ હતા. ઉપરાંત દર્દી અને દર્દીના સગા સાથે વાતચીત કરી આપવામાં આવતી સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વિઝીટ બાદ તેઓ દ્વારા LaQshya તથા MusQan નો રીપોર્ટ NHSRC, દિલ્હી ખાતે જમા કરવામાં આવેલ ત્યારબાદ NHSRC, દિલ્હી દ્વારા સતત ત્રીજી વખત જી.જી. હોસ્પિટલને  નેશનલ કક્ષાનું LaQshya તથા પ્રથમ વખત MusQan સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. 

આ અગાઉ પણ જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમ અને મેટરનીટી ઓપરેશન થીયેટરને બે વખત LaQshya સર્ટીફીકેટ મળ્યું હતું. હાલ સતત ત્રીજી વખત જી.જી. સરકારી હોસ્પિટલના ગાયનેક વિભાગને LaQshya સર્ટીફીકેટની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તથા પીડીયાટ્રીક વિભાગને પ્રથમ વખત MusQan સર્ટીફીકેટની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે. 

આ તકે જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદીના વરદ હસ્તે જી.જી. સરકારી હોસ્પિટલના વિવિધ ક્વોલીટી સર્ટીફાઈડ વિભાગોના અધિકારી / કર્મચારીઓને બિરદાવામાં આવ્યા હતા. જેમાં LaQshya, MusQan, NABL અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ લેબ ડાયરેક્ટ, ગાયનેક, પીડીયાટ્રીક, પેથોલોજી, બાયોકેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી વિભાગના વડા તથા વિભાગોને, એ.એચ.એ., નર્સિંગ અધીક્ષક, ઇન્ફેકશન કંટ્રોલ નર્સ તથા કર્મચારીઓને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

આ સન્માન સમારોહ તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ અને અધિક તબીબી અધિક્ષક ડો. કૃણાલ મહેતાના માર્ગદર્શન હેઠળ અને ડીન ડો. નંદિની દેસાઈ અને અન્ય વિભાગનાં વડાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News