યોગ્ય દિશા સૂચનના અભાવે મૂંઝવણમાં મુકાતા : વિધાર્થીઓ માટે આજકાલ એયુકેશન એપો બનશે આશીર્વાદરૂપ

  • May 27, 2023 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં આજકાલ દ્રારા એયુકેશન એપોનો ભવ્ય પ્રારંભ: પોરબંદરના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના સર્વશ્રે શૈક્ષણિક સંકુલો ઘરઆંગણે આવ્યા હોવાથી વિધાર્થીઓ અને વાલીઓની મૂંઝવણ થઇ દૂર: અમદાવાદ કે વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરો સુધી જઈને પ્રવેશ મેળવવાને બદલે આજકાલ દ્રારા સ્થાનિક કક્ષાએ સંપર્કની તક અપાતા આયોજનને અધિકારી, પદાધિકારીઓએ બિરદાવ્યું




પોરબંદરમાં છેલ્લા બે દાયકાથી પત્રકારત્વના ક્ષેત્રે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તટસ્થતા અનેનિડરતાથી કામ કરતા પોરબંદરના એકમાત્ર કલરફુલ અને ફુલસાઈઝ સાંધ્ય દૈનિક આજકાલ દ્રારાપોરબંદરના ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતના શ્રેતમ શૈક્ષણિક સંકુલો અને યુનિવર્સીટીઓને લાવીને એયુકેશન એપોનું આયોજન કયુ તેનાથી પોરબંદર વિસ્તારના લોકોના લાખો રૂપિયાનો બચાવ થશે અને આ પ્રકારના આયોજનના માધ્યમથી ઘર આંગણે જ જુદી–જુદી શાળા–કોલેજોમાં પ્રવેશ માટેની સુવિધા સ્થાનિકકક્ષાએ ઉપલબ્ધ કરાવીને આજકાલે ખરાઅર્થમાં અખબારી ધર્મ નિભાવ્યો છે અને સામાજિક ઉતરદાયિત્વને શ્રેતમ રીતે બજાવીને પત્રકારત્વ જગત માટે પ્રેરણાદાયી કાર્ય કયુ છે,ત્યારેયોગ્ય દિશા સૂચનના અભાવે મૂંઝવણમાં મુકાતા વિધાર્થીઓ માટેઆજકાલ એયુકેશન એપો આશીર્વાદરૂપ બનશે.





પોરબંદરની મોહનભાઈ કોટેચા તાજાવાલા લોહાણા મહાજન વાડી ખાતે આજકાલ એયુકેશન એપોના ઉદઘાટન સમારોહમાં ઉપરોકત મુજબનો સુર ઉઠવા પામ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ આ આયોજનને ભારોભાર બિરદાવીને પોરબંદર આજકાલ સાંધ્ય દૈનિકે ખરાઅર્થમાં સામાજિક ઉતરદાયિત્વ શ્રેતમ રીતે ઉજાગર કયુ છે,તેમ જણાવ્યું હતું,આ કાર્યક્રમમાં છાંયા સ્વામીનારાયણ ગુકુળના શાી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજી,જીલ્લા કલેકટર કે.ડી.લાખાણી,પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,ભુરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિરલબા જાડેજા,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયા અને જુદાજુદા સમાજના પ્રમુખો, હોદેદારો તથા પોરબંદરના જુદાજુદા શૈક્ષણિક સંકુલોના સંચાલકો, પ્રિન્સીપાલો સહિત મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાના હોદેદારો અને અગ્રણીઓ તથા વિધાર્થીઓ અને વાલીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉદઘાટન પ્રસંગે માત્ર સ્થાનિક જ નહી પરંતુ ગ્રામ્યપંથકના લોકો પણ  સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





સ્વામીભાનુપ્રકાશદાસજીના આશીર્વચન
આજકાલ એયુકેશન એપોને ખુલ્લો મુકતા છાંયા સ્વામીનારાયણ ગુરૂકુળના શાી સ્વામીભાનુપ્રકાશદાસજીએ તેમના આશીર્વચનમાં એવું જણાવ્યું હતું કે,પોરબંદરમાં શૈક્ષણિક ક્ષેત્રે અનેકવિધ સંકુલો પોતપોતાનું યોગદાન આપીને શ્રેતમ પ્રવૃતિઓ કરી રહ્યા છે.અને શિક્ષણની યોતને વધુ પ્રવલિત કરી રહ્યા છે,આમ છતાં ઉચ્ચતમ શ્રે શિક્ષણ માટે દર વર્ષે પોરબંદરથી હજારો વિધાર્થીઓ સ્થળાંતર કરે છે અને અન્ય શહેરોમાં શિક્ષણ મેળવવા માટે જાય છે,ત્યારે પોરબંદર આજકાલ દ્રારા જીલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારના એયુકેશન એપોનું આયોજન કરીને જે પ્રકારે શૈક્ષણિક સેવા યજ્ઞને વધુ આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યેા છે તે કાબિલેદાદ છે,તેમણે જણાવ્યું હતું કે,પોરબંદરથી અમદાવાદ, વડોદરા,સુરત થી માંડીને રાજકોટ ખાતે પણ અનેક વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જાય છે,ત્યારે ત્યાં જવા આવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ સ્વાભાવિક રીતે જ થતો હોય છે,પરંતુ પોરબંદર આજકાલે એયુકેશન એપોના માધ્યમથી સ્થાનિકકક્ષાએ જ રાજયના ટોચના શૈક્ષણિક સંકુલોને લાવીને જે ભવ્ય આયોજન કયુ છે તેનાથી મધ્યમવર્ગના હજારો પરિવારોને આર્થિક રીતે પણ ખુબ મોટો ફાયદો થશે,તેમણે વધુમાં ઉમેયુ હતું કે,પોરબંદરમાં પત્રકારત્વક્ષેત્રે  આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશીના પિતા પ્રકાશભાઈ જોશીનું વર્ષેાથી ખુબ મોટું યોગદાન રહ્યું છે,અમારા સ્વામીનારાયણ ગુરૂકુળ શૈક્ષણિક સંકુલની સ્થાપનાના પાયામાં પણ તેમનો ખુબ જબરો સહયોગ રહ્યો છે,ત્યારે આ પ્રકારના આયોજન પોરબંદરવાસીઓ માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે,ગતવર્ષે આજકાલે વેકેશન મેલાના માધ્યમથી પોરબંદરમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર કરાવીને વેપારીઓ–ધંધાર્થીઓને પણ ફાયદો કરાવ્યો હતો અને હવે એયુકેશન એપોના માધ્યમથી શિક્ષણના સેવાયજ્ઞને પ્રવલિત કરીને જે આયોજન હાથ ધયુ છે તે પણ એક પ્રકારની અનોખી સમાજસેવા જ છે,તેમ જણાવીને એયુકેશન એપોના આયોજન બદલ આજકાલના એડિટર એન્ડ ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી,ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા અને પોરબંદર આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશીને બિરદાવ્યા હતા.



જીલ્લા કલેકટર કે.ડી.લાખાણી
પોરબંદરના જીલ્લા કલેકટર કે.ડી.લાખાણીએ તેમના ઉદબોધનમાં એવું જણાવ્યું હતું કે, શૈક્ષણિકક્ષેત્રે પોરબંદરનો વિકાસ હવે દિવસે દિવસે વિકસી રહ્યો છે, ત્યારે પોરબંદર આજકાલ દ્રારા યોજવામાં આવેલ એયુકેશન એપોના આ પ્લેટફ્રોમને કારણે શ્રેતમ સ્કૂલો,કોલેજો અને યુનિવર્સીટીઓનો સંપર્ક એક જ સ્થળે ઉપલબ્ધ બનાવવામાં આવ્યો હોવાથી વિધાર્થીઓને કયાંય દુર સુધી પ્રવેશ કાર્યવાહી જવું પડે નહી તે પ્રકારનું આ આયોજન શ્રેતમ સાબિત થશે અને ખુબ જ ઉપયોગી નીવડશે તેવો આશાવાદ દર્શાવ્યો છે,તેમણે વધુમાં જણાવ્યું હતું કે,માત્ર એયુકેશન એપો જ નહી પણ તેની સાથો–સાથ ગુજરાતના ટોચના શિક્ષણવિદો ડો.ગીજુભાઈ ભરાડ અને સાઈરામ દવેને નિમંત્રિત કરીને શૈક્ષણિક સેમિનારનું આયોજન હાથ ધયુ છે તેનાથી પણ વિધાર્થીઓને કાઉન્સેલિંગની સાથોસાથ મહત્વની જાણકારી પણ પ્રા થશે,પોતાની જિંદગીના અમુલ્ય વર્ષેા શિક્ષણક્ષેત્રે ફાળવીને ગહન ચિંતન મનન કરનારાઆ શિક્ષણવિદોના અનુભવનોલાભ પોરબંદરના વિધાર્થીઓને મળશે તે ખુબ જ ઉપયોગી નીવડશે તેમ ઉમેયુ હતું,જીલ્લા કલેકટર લાખાણીએ પોતાના જીવનના અનુભવો વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે,તેમના સમયમાં શિક્ષણમાં યોગ્ય માર્ગદર્શનનો અભાવ હતો અને વિધાર્થીઓને સાચો રસ્તો મળતો ન હતો પરંતુ અત્યારના ટેકનોલોજીના આધુનિકયુગમાં આંગણીના ટેરવે વૈશ્ર્િવકજ્ઞાન ઉપલબ્ધ થયું છે ત્યારે આજની યુવાપેઢી તેનો મહતમ લાભ લે તે ઈચ્છનીય છે.તેમ જણાવીને આજકાલના આયોજનનો વધુ ને વધુ વિધાર્થીઓ અને વાલીઓ લાભ લે તેવી અપીલ કરી હતી,



હિરલબા જાડેજા

ભુરા મુંજા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિરલબા જાડેજાએ જણાવ્યું હતું કે,પોરબંદર આજકાલ સાથેનો તેમનો નાતો ખુબ જુનો છે,પોરબંદરમાં પત્રકારત્વક્ષેત્રે ત્રણ–ત્રણ પેઢીથી યોગદાન આપી રહેલા જોશી પરિવારના સ્વ જેઠાલાલ જોશી, પ્રકાશભાઈ જોશી અને તેમના પુત્ર પાર્થ જોશી સાથેના પારિવારિક સબંધોગાઢ છે અને પોરબંદર આજકાલ હંમેશા પત્રકારત્વક્ષેત્રે તટસ્થ અને નિડરતાથી કામ કરી રહ્યું છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવાની સાથો–સાથ હંમેશા નવા–નવા આયોજનો હાથ ધરીને પોરબંદરને કઈ રીતે ફાયદો થાય તેના પ્રયત્નો કરી રહ્યું છે, હિરલબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે,પત્રકારત્વક્ષેત્રે આજકાલે પોરબંદરમાં નોખી–અનોખી ઈમેજ બનાવી છે,તેની પાછળનું કારણ પોરબંદર આજકાલની ટીમની મહેનત છે,બે દાયકામાં આજકાલે પોરબંદરના વિકાસ માટે ખુબ મહત્વનું યોગદાન આપ્યું છે અને ખરાઅર્થમાં અખબારી ઉતરદાયિત્વ નિભાવ્યું છે તેમ ઉમેયુ હતું, તેમણે જણાવ્યું હતું કે આજકાલ દ્રારા ગતવર્ષે વેકેશન મેલાનું આયોજન કરીને પોરબંદરના અર્થતંત્રને ધબકતું કરવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું અને હવે શિક્ષણ માટે ચિંતા અને ચિતન કરીને એયુકેશન એપોના માધ્યમથી રાજયની ટોચની સંસ્થાઓને પોરબંદરના આંગણે લાવીને જે ભગીરથકાર્ય હાથ ધયુ છે તે બિરદાવવા લાયક છે.





એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણીનું સ્વાગત પ્રવચન

પોરબંદર ખાતે યોજવામાં આવેલ આજકાલ એયુકેશન એપોના ઉદઘાટન પ્રસંગે આજકાલના એડિટરઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા એવું જણાવ્યું હતું કે,પોરબંદરમાં અમે આજકાલ સાંધ્ય દૈનિક શરૂ કર્યાને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અહિયાં પત્રકારત્વના ક્ષેત્રે લોકોની સમસ્યાઓને વાચા આપવા સહિત જુદાજુદા પ્રકારના આયોજનોના માધ્યમથી જે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે તે પોરબંદરવાસીઓ માટે અનેક પ્રકારે ઉપયોગી સાબિત થશે,ચંદ્રેશભાઈ જેઠાણીએ ઉમેયુ હતું કે આજકાલની જુદીજુદી પાંચ એડીશનમાંથી શૈક્ષણિકક્ષેત્રે પ્રમાણમાં પાછળ ગણાતા પોરબંદર જીલ્લાને લાભ મળે તે માટે પોરબંદર એડીશન દ્રારા એયુકેશન એપો યોજીને સ્થાનિક કક્ષાએ જ શૈક્ષણિકક્ષેત્રે પ્રવેશ કાર્યવાહીની તક ઉપલબ્ધ કરાવી છે જેનો વધુ નેવધુ પોરબંદરવાસીઓ લાભ લે તેવી મારી અપીલ છે,તેમણે જણાવ્યું હતું કે , ટોચના શિક્ષણવિદો ગીજુભાઈ ભરાડ અને સાઈરામ દવે દ્રારા શૈક્ષણિક મનોમંથન અનેચિંતન દ્રારા અનેકવિધ મહત્વની ચર્ચાઓ થવાની છે તે પોરબંદરના શિક્ષણજગતને ઉપયોગી નીવડશે તેમ ઉમેયુ હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,સામાજિક ઉતરદાયિત્વ નિભાવીને અમારા દ્રારા થયેલા આ આયોજનથી છેવાડાના પોરબંદર જીલ્લાના વિધાર્થીઓને મહતમ લાભ થાય તેવો પ્રયત્ન કેન્દ્ર સ્થાને છે અને ભવિષ્યમાં અનેકવિધ નવા આયોજનો લાવીને પોરબંદરને નવું–નવું આપતા રહીશું તેમ ઉમેયુ હતું.



ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાની આભારવિધિ
આજકાલના ગ્રુપ એડિટર અને જાણીતા તત્વચિંતક લેખક કાનાભાઈ બાંટવાએ સમારંભની આભારવિધિ કરવાની સાથોસાથ એવું જણાવ્યું હતું કે,આજના યુગમાં જનરેશન ગેપ વધતો જાય છે,અગાઉના શિક્ષણ અને હાલના શિક્ષણમાં જમીન આસમાનનો તફાવત છે,અને તેથી શિક્ષણક્ષેત્રે આવી રહેલા નવીનતમ પ્રવાહોમાં પ્રવાહિત થવા માટે વાલીઓએ પણ જાગૃત થવું પડશે તે અનિવાર્ય છે,તેમણે આજના શિક્ષણની ખુબીઓને પણ વર્ણવીને જણાવ્યું હતું કે,નવીનતમ શિક્ષણને લીધે આજના યુગના વિધાર્થીઓમાં રહેલી આવડત અને બુદ્ધિમતા વધુ વિકસે છે,તેમ જણાવીને સૌનો આભાર માન્યો હતો.



આ કાર્યક્રમનું સંચાલન જાહિદ નાગોરીએ કયુ હતું, આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશીએ સૌને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા,લોહાણા મહાજનમંત્રી રાજુભાઈ લાખાણી,અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સુમનભાઈ ચાવડા,પદુભાઈ રાયચુરા,લાખણશીભાઈ ગોરાણીયા,ભરત રાજાણી,સાજણભાઈ ઓડેદરા,ડો. ભરડા,એડવોકેટ ભરત લાખાણી, લીલાભાઇ મોઢવાડિયા,મગનભાઈ સાદિયા,બલરાજ પાડલીયા,શાળા સંચાલક મંડળ પ્રમુખ કરશનભાઈ મોઢા,મહેશભાઈ ભિંભા,રાજુભાઈ બુદ્ધદેવ,પરેશભાઈ હાથલીયા,નિલેશ કિશોર,ચંદ્રિકાબેન તન્ના,સરોજબેન કક્કડ,બ્રહ્મસમાજના અગ્રણી ઓમ જોશી,સંજય માળી સહિત વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.




રાજયની ટોચની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ

પોરબંદરના આંગણે પ્રથમ વખત જ યોજવામાં આવેલા આજકાલ એયુકેશન એપોમાં ટાઈટલ સ્પોન્સર મારવાડી યુનિવર્સીટી,નોબલ યુનિવર્સીટી,સી.ઓ.સી. ઇન્ટરનેશનલ, સ્ટેટ ઇન્સ્ટીટયુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ સિદ્ધપુર ગુજરાત જે.જી.યુનીવર્સીટી પારૂલ યુનિવર્સીટી એરોસ્ટાર ઓવરસીઝ, ગણપત યુનિવર્સીટી,ડો.સુભાષ યુનિવર્સીટી,ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કુલ,ટ્રાન્સસ્ટેડીઆ યુનિવર્સીટી,યાજ્ઞવલ્કયશૈક્ષણિક સંકુલ ,વી.જે.મોઢા કોલેજ ઓફ આઈ.ટી.આઈ,મહાવીર ઓવરસીઝ એયુકેશન સેન્ટર જેવી પોરબંદરની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સુરતની પી.પી.સવાણી યુનિવર્સીટી,ટ્રાન્સ ગ્લોબલ વીતીય,ધોરાજીની ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કુલ,ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન,જુનાગઢની કૃષિ યુનિવર્સીટી,વી.આઈ.ઈ.સી.એયુકેશન સંસ્થા સહિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત ગોકુલ નમકીન,દાવત બેવરેજીસનો પણ સહયોગ પ્રા થયો છે ત્યારે આ પ્રકારના આયોજનને સૌએ બિરદાવ્યું છે.



પોરબંદરમાં ૨૭ સંસ્થાઓના માધ્યમથી શ્રેત્તમ આયોજન

પોરબંદરમાં ૨૭ જેટલી શૈક્ષણિક સંસ્થાઓને બહારથી લાવીને અમોએ પોરબંદરના વિધાર્થીઓને સ્થાનિકકક્ષાએ જ જુદાજુદા સંકુલોમાં પ્રવેશ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવી છે,તેમ જણાવીને ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવાએ વધુમાં ઉમેયુ હતું કે,ગાંધી–સુદામાની નગરી પોરબંદરમાં શિક્ષણની યોત વધુ પ્રવલિત બને તે માટે અમારા આયોજનને રાજયની ટોચની શિક્ષણ સંસ્થાઓએ સહકાર આપ્યો છે તે બદલ હત્પં તેમનો પણ આભાર માનું છુ



પોરબંદરના વિધાર્થીઓમાં ફોરેન અભ્યાસ માટે જવાનો વધુ ક્રેઝ

પોરબંદર આજકાલ દ્રારા યોજાયેલા એયુકેશન એપોમાં અનેક સંસ્થાઓ એવી પણ આવી છે કે જે વિદેશમાં કઈ સંસ્થામાં કેવી રીતે શિક્ષણ મેળવવું?તેનું મહત્વનું માર્ગદર્શન પણ અહિયાં આપવામાં આવી રહ્યું હોવાથી ઘર આંગણે જ ટોચની શૈક્ષણિક સંસ્થાઓને લીધે અહિયાંના વિધાર્થીઓમાં વિદેશ જવાનો ક્રેઝ છે તેને વધુ સારૂં પ્રોત્સાહન મળશે તેમ જણાવાયું હતું.



નિષ્ણાત શિક્ષણવિદોનો લાભ લેવા અપીલ
આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણીએ જણાવ્યું હતું કે,પોરબંદરના આંગણે માત્ર એયુકેશન એપો જ નહી પરંતુ તેની સાથોસાથ નિષ્ણાતં શિક્ષણવિદોના સેમીનાર પણ યોજાનાર છે જેનો વધુ ને વધુ વિધાર્થીઓ લાભ લે તે જરૂરી છે,તેમણે ઉમેયુ હતું કે, આજે સાંજે ૫:૦૦ વાગ્યે સાંઈરામ દવે અને આવતીકાલે રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યે ડો.ગીજુભાઈ ભરાડ પોતાનો કિમતી સમય ફાળવી રહ્યા છે ત્યારે વધુ ને વધુ વિધાર્થી તેનો લાભ લે તે જરૂરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application