રાજકોટમાં જૂનથી એકી–બેકી પધ્ધતિ બધં કરાવો: ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત

  • May 30, 2020 04:14 PM 564 views

કોરોનાના સંક્રમણ પછી અમે મહામંદીમાં ફસાયા છીએ...સૌને વેપાર કરવા ધો
કાલે તા.૩૧ મે અને તા.૧લી જૂનના રોજ ૧ નંબરની દુકાનો ખુલશે, ૨ નંબર બે દિ' બં

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરાઈ છે કે રાજકોટમાં જૂન મહિનાના પ્રારંભથી દુકાનો ખોલવા માટે ઓડ–ઈવન સિસ્ટમ (એકી–બેકી પદ્ધતિ) બધં કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે જાહેર કરાયેલા લોકડાઉનમાં સૌ મહામંદીમાં ફસાયા છે ત્યારે સૌને વેપાર કરવા દેવા માટે રજૂઆત કરાઈ છે. એકી–બેકી પદ્ધતિમાં પણ વેપારીઓને અન્યાય થઈ રહ્યાની લાગણી રજૂ કરાઈ છે.


વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજરોજ મેયર અને મ્યુનિ.કમિશનર દ્રારા એવો નિર્ણય જાહેર કરાયો છે કે આવતીકાલે એકી તારીખ હોય તા.૩૧ મેના રોજ '૧' નંબરની દુકાનો અને ત્યારબાદ તા.૧ જૂનના રોજ પણ એકી તારીખ હોવાથી '૧' નંબરની દુકાનો ખુલ્લી રહેશે આથી '૧' નંબરની દુકાનો રવિવાર અને સોમવાર એમ સળગં બે દિવસ સુધી ખુલ્લી રહેશે અને '૨' નંબરના સ્ટીકરવાળી દુકાનોએ સળગં બે દિવસ સુધી બધં પાળવાનું રહેશે.


તેમણે ઉમેયુ હતું કે તાજેતરમાં ઝૂમ વેબિનારથી રાજકોટ ચેમ્બરના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક યોજવામાં આવી હતી જેમાં પણ ઉપરોકત મુદ્દે ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ આ અંગે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. વહેલી તકે એકી–બેકી સિસ્ટમ દૂર કરવામાં આવે તો જ વ્યાપાર–ઉધોગ જગત પૂર્ણકક્ષાએ ધમધમશે. જૂન મહિનાથી ઓડ–ઈવન સિસ્ટમ બધં કરવા લાગણીપૂર્વક માગણી કરાઈ છે. સોશ્યલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોનું તમામ વેપારીઓ અને ઉધોગપતિઓ પાલન કરશે તેવી મુખ્યમંત્રીને ખાતરી અપાઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application