મુંબઈમાં લોકલ ટ્રેનમાં જનરલ પબ્લિકને મુસાફરી ઉપર પ્રતિબંધ

  • April 23, 2021 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાને કારણે મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરનારી જનરલ પબ્લિકના પ્રવાસ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકલ ટ્રેનમાં જનરલ પબ્લિકના પ્રવાસ કરવાના પ્રતિબંધ સાથે ફક્ત સરકારી અધિકારીઓ, મેડિકલ સેક્ટર સાથે સંકળાયેલા કર્મચારીઓ, મેડિકલ સ્ટાફ (તબીબી સારવારની જરૂરિયાત ધરાવનારા) તથા શારીરિક રીતે વિકલાંગ ધરાવનારા લોકોને જ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે.

 

 

કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઈન 22મી એપ્રિલથી પહેલી મેના સવારના સાત વાગ્યા સુધી અમલી બનશે. રાજ્ય સરકાર દ્વારા લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે પરવાનગી આપ્યા બાદ જે તે વ્યક્તિને પાસ અથવા ટિકિટ ઈશ્યૂ કરવામાં આવશે. નવા નિયમોને અમલી બનાવવામાં આવતા મુંબઈની લોકલ ટ્રેન રવિવારના શિડ્યુલ અથવા રોજની 20 ટકા જેટલી ઓછી ટ્રેન દોડાવવામાં આવશે.

 

 

 

રેલવેના તમામ સ્ટાફને મહારાષ્ટ્ર સરકારની નવી ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાના આદેશ આપવામાં આવ્યો છે. લોકલ ટ્રેનની ટિકિટ અથવા પાસને ફક્ત ટિકિટ કાઉન્ટર પરથી આપવામાં આવશે. એના સિવાય એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન), જેટીબીએસ (જનસાધારણ ટિકિટ બુકિંગ સેવા) તથા યુટીએસને આગામી આદેશ મળે નહીં ત્યાં સુધી બંધ રાખવામાં આવશે, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

 

 


મુંબઈના તમામ રેલવે સ્ટેશન ખાતે નિયંત્રિત પ્રવાસીઓની અવરજવર રહે તેના માટે દરેક એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ ખાતે ટિકિટ ચેકિંગ સ્ટાફ, આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ), જીઆરપી (મહારાષ્ટ્ર સરકારી પોલીસ) સહિત અન્ય સ્ટાફને તહેનાત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા અત્યંત આવશ્યક સેવાની શ્રેણી હેઠળના કર્મચારીઓને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરી શકશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS