રાજકોટના બેડી માર્કેટ યાર્ડની જનરલ બોર્ડ મિટિંગમાં રૂ.24 કરોડનું બજેટ મંજૂર

  • March 09, 2021 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે સવારે 11 કલાકે ચેરમેન ડી.કે.સખિયાના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડ ઓફ ડાયરેકટર્સની મિટિંગમાં આગામી નાણાકિય વર્ષ 2021-2022નું રૂ.24 કરોડનું અંદાજપત્ર તેમજ અન્ય તમામ દરખાસ્તો સવર્નિુમતે મંજૂર કરાઈ હતી.

 

 

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિવિધ વિકાસકામો જેમાં મગફળી માટે નવો શેડ બનાવવો, ખાડા બુરીને ગ્રાઉન્ડ લેવલિંગ કરવુ તેમજ આજી નદી કાંઠા તરફની કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવું વિગેરે નિર્ણયો લેવાયા હતા. તદઉપરાંત અન્ય કર્મચારીલક્ષી દરખાસ્તો સવર્નિુમતે મંજૂર કરાઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી નજીકમાં હોય વિકાસકામો પુરજોશમાં શ કરી દેવામાં આવ્યા છે.

 

 

15 ફૂટની ભરતી ભરી ગ્રાઉન્ડ લેવલિંગ કરાશે
રાજકોટના બેડી યાર્ડમાં જમીનની ઉપલબ્ધિ હોવા છતાં સુવિધાના અભાવે અવારનવાર વિવિધ જણસોની આવકો બંધ કરવી પડતી હોય હવે સંકુલના છેવાડાની જમીનમાં રહેલા ખાડામાં 15 ફૂટની ભરતી ભરી ગ્રાઉન્ડ લેવલિંગ કરવાનું એસ્ટિમેટ પણ મંજૂર કરાયું હતું.

 

 

મગફળી માટે 200 બાય 175ની સાઈઝનો નવો શેડ બનાવાશે
રાજકોટ માર્કેટ યાર્ડના બેડી સંકુલમાં મગફળીની ઉતરાઈ માટે વધુ એક શેડનું નિમર્ણિ કરવા એસ્ટીમેટ મંજૂર કરાયું હતું. નવો શેડ બન્યા બાદ મગફળીની આવક બંધ કરવા ફરજ નહીં પડે અને ખેડૂતોની સુવિધામાં વધારો થશે.

 


આજી નદી કાંઠા તરફની કમ્પાઉન્ડ વોલ ઉંચી લેવાશે
રાજકોટના બેડી માર્કેટ યાર્ડની બાજુમાં તેમજ પાછળના ભાગે આવેલી નદીકાંઠા તરફની કમ્પાઉન્ડ વોલ ઉંચી લેવાનું કામ જે અગાઉ મંજૂર કરાયું હતું તે હવે શ કરવા અંગે ચચર્-િવિચારણા કરાઈ હતી. ચોમાસામાં નદીના પાણી યાર્ડમાં ન આવે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS