વડોદરામાં કોરોનાં વાયરસની મહામારીને નાથવા કરાયો ગાયત્રીયજ્ઞ

  • March 18, 2020 03:41 PM 546 views

વડોદરામાં કોરોનાં વાયરસની મહામારીને નાથવા કરાયો ગાયત્રીયજ્ઞ

વડોદરામાં કોરોનાં વાયરસની મહામારીને નાથવા 5 હજાર વર્ષ પૂર્વે ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવતો અકસીર ઉપાય વડોદરાના નગરજનોએ અપનાવ્યો, ગાયત્રીયજ્ઞ કરી કોરોનાં વાયરસને નસ્તો નાબૂદ કરવા શસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી

સમગ્ર દુનિયામાં ચારે તરફ ફેલાયેલા કોરોનાં વાઈરસે ભારે ખોફ ફેલાયો છે. ભારતમાં પણ કોરોનાં વાયરસે એન્ટ્રી મારી છે. જોકે હજી સુધી આ કોરોના વાઈરસનો કોઈ ઈલાજ શોધવામાં આવ્યો નથી. પરંતુ આ પ્રકારના ચેપીરોગથી બચવા માટે ઘણાં ઉપાયો 5 હજાર વર્ષ પૂર્વે ભારતના ઋષિમુનિઓ દ્વારા શોધવામાં આવ્યા છે. જેમાંથી એક રામબાણ ઈલાજ છે શ્રી ગાયત્રી યજ્ઞ.. ત્યારે કોરોના વાઈરસની મહામારી દેશમાંથી દૂર થાય તે હેતુસર વડોદરા શહેરના આજવારોડ સ્થિત વિહળ કોમ્પ્લેક્ષના રહીશો અને દુકાનદારોએ શ્રી ગાયત્રી યજ્ઞ કર્યો હતો. જેમાં સ્થાનિક કાઉન્સિલરો પણ જોડાયા હતા. સૌથી મોટો યજ્ઞનો કુંડ બનાવી ગાયત્રી પરિવારના અનુયાયીઓ દ્વારા શાસ્ત્રોક ગાયત્રી શ્લોક સહિતના મંત્રોચ્ચાર સાથે રહીશો અને દુકાનદારોએ યજ્ઞમાં ગોળ, ઘી, કાળાતલ સહિતની આહુતિ આપી કોરોનાં વાયરસની મહામારી દૂર કરવા માઁ ભગવતીને પ્રાર્થના કરી હતી.