2020માં ગૌતમ અદાણીની સંપત્તિમાં રોજ થયો 449 કરોડનો વધારો, મુકેશ અંબાણીને છોડ્યા પાછળ

  • November 21, 2020 08:55 AM 345 views

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે તમામ શ્રીમંત ભારતીયોની સરખામણીમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારો એટલો છે કે તેણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, આ વર્ષે ગૌતમ અદાણીની સંપત્તિમાં 19.1 અબજ ડોલરનો વધારો થયો છે, જે 2020 માં મુકેશ અંબાણીની સંપત્તિના 16.4 અબજ ડોલર કરતા વધારે છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં વર્ષ 2020 ના પહેલા 10 મહિનામાં રૂ. 1.41 લાખ કરોડ વધારો થયો છે. તેનો અર્થ છે કે દિવસમાં 449 કરોડનો વધારો.  

ગૌતમ અદાણીની સંપત્તિ આ વર્ષે વધીને 30.4 બિલિયન ડોલર થઈ ગઈ છે, જેના કારણે તે વિશ્વના 40 માં ક્રમના શ્રીમંત વ્યક્તિ બન્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં આ વર્ષે 16.4 બિલિયન ડોલર ઉમેરાયા બાદ હવે  75 બિલિયન ડોલર થઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર તે હવે વિશ્વના 10 માં ક્રમના ધનિક વ્યક્તિ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application