ગૌતમ અદાણીએ વિવિધ એરપોર્ટના સંચાલનની કામગીરી મુલતવી રાખી

  • June 19, 2021 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જયપુર, ગોવાહાટી અને તિરૂવનંતપુરમના એરપોર્ટ અધિગ્રહણ કરવાના હતા


તાજેતરમાં જ અબજો પિયા ગુમાવી દેનાર ગૌતમ અદાણી હવે નવા સાહસો આદરવામાં ઉતાવળ કરવા માગતા નથી અને કેટલાક એરપોર્ટ ના સંચાલન હસ્તગત કરવાના કાર્યક્રમને તેમણે મુલતવી રાખી દીધો છે અને કેટલાક વધુ સમય જોશે તેવી જાહેરાત કરી છે.

 


ગૌતમ અદાણી ગ્રુપ દ્રારા જયપુર ગુવાહાટી અને તિવનંતપુરમ્ ના એરપોર્ટ અધિગ્રહણ કરવાની કામગીરી સંપન્ન કરવાની હતી પરંતુ તેમણે પોતાની આ કામગીરીને હાલ તુરત અનિશ્ચિત સમય સુધી મુલતવી રાખી દેવાની જાહેરાત કરી છે.

 


તેમણે એવી ચોખવટ કરી છે કે કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે અને બીજી લહેર હજુ યથાવત છે ત્યારે કામગીરીમાં અવરોધો ઊભા ન થાય તે માટે અલગ–અલગ એરપોર્ટના સંચાલનની કામગીરી હાથ પર લેવાની અત્યારે કોઈ તક નથી એટલા માટે આ કામગીરી મુલતવી રાખી દેવામાં આવી છે.

 


અદાણી ગ્રૂપ દ્રારા પત્ર લખીને સંબંધિત તત્રં વાહકોને એવી જાણકારી આપવામાં આવી છે કે એરપોર્ટના સંચાલનની જવાબદારી અત્યારે સ્વીકારી શકાય એમ નથી અને છ મહિના બાદ આ બારામાં નવેસરથી આગળ વધવામાં આવશે અને પરિસ્થિતિ મુજબ નિર્ણય કરવામાં આવશે.

 


ચાર દિવસ પહેલા ગૌતમ અદાણી ગ્રૂપના શેરમાં ભયંકર કડાકો બોલી ગયો હતો અને તેમને અબજો ખરબો  ખોટ ગઈ હતી પરંતુ એરપોર્ટના સંચાલન માટે તેમણે બીજા જ કારણ આપ્યા છે અને મહામારીનો ઉલ્લેખ કરીને અત્યારે એરપોર્ટનું પરિચાલન નહિ સાંભળવાની વિનંતી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS