કોરોનાગ્રસ્ત હોવા છતાં સાર્વજનિક સ્થળે ફરતી રહી ગૌહરખાન: ગુનો દાખલ

  • March 16, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં ઘરે કવોરન્ટાઈન થવાને બદલે સાર્વજનિક સ્થળો પર ફરનારી તથા ફિલ્મનું શુટિંગ કરનારી બોલીવુડની અભિનેત્રી ગોહર ખાન સામે પાલિકાના કે–પચ્છિમ વોર્ડ દ્રારા ઓશિવરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

 


કે–પચ્છિમ વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ અભિનેત્રી કોરોના પોઝિટિવ હોવા છતાં તે સાર્વજનિક સ્થળો પર ફરી રહી હતી. એટલું જ નહીં પણ તે શુટિંગ પર પણ જતી હતી. તેને કારણે કોરોના વાયરસ અન્યમાં ફેલાવાનું જોખમ વધી ગયું હતું. તેથી તેની સામે પોલીસમાં એફઆઈઆર નોંધાવામાં આવી હતી.

 


પાલિકાએ અભિનેત્રી સામે કોરોનાના નિયમનું ઉલ્લંઘન બદલ એફઆઈઆર નોંધાવ્યા બાદ પોતાના ટિટર અકાઉન્ટ પર તેની જાહેરાત કરી હતી પણ તેમાં અભિનેત્રીના નામનો ઉલ્લખ કર્યેા નહોતો પણ મુંબઈ પોલીસના પ્રવકતા કહેવા મુજબ ગોહર ખાનના વિરોધમાં ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

 


પાલિકાના કહેવા મુજબ અભિનેત્રીને ૧૧ માર્ચના કોરોના થયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તેને ઘરમાં જ કવોરન્ટાઈન થવાનું હતું પણ તેને બદલે તે ઘરની બહાર નીકળતી હતી. ૧૪ માર્ચના સાંજે જયારે પાલિકાના આરોગ્ય અધિકારી તેના ઘરે ગયા હતા અને વારંવાર વિનંતી કર્યા બાદ પણ અભિનેત્રીએ ઘરનો દરવાજો ખોલ્યો નહોતો. ત્યારબાદ ફોન કરીને તેને કાઉન્સેલિંગ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેણે પ્રતિસાદ આપ્યો નહોતો. ત્યારબાદ સ્થાનિક સમાજસેવકની મધ્યસ્થી બાદ અભિનેત્રીએ દરવાજો ખોલ્યો હતો અને નિયમ મુજબ તેના હાથ પર કવોરન્ટાઈનનો સિક્કો મારવામાં આવ્યો હતો.

 


અહીં ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા યુએઈથી પાછા ફર્યા બાદ હોટલમાં કવોરન્ટાઈન નહીં થતા સીધા પોતાના ઘરે જનારા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને સોહલ ખાન સહિત તેના દીકરા આર્યન સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS