ગૌહર ખાન હનીમૂન મનાવવા પહોંચી રશિયા, ચાહકોએ હાર્ટ ઈમોજીઝનો કર્યો ઢગલો

  • July 29, 2021 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેલીવુડ અને હવે બોલીવુડની જાણીતી અભિનેત્રી ગૌહર ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એકટીવ હોય છે. તેની તસ્વીરો પર ચાહકો પોતાનો અઢળક પ્રેમ વરસાવતા રહે છે. ગૌહર ખાનની ખૂબસૂરતી લાજવાબ છે. 

 

 

ગૌહર ખાન અને તેનો પતિ ઝૈદ દરબાર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. લોકડાઉનમાં હળવાશ આવતા તે બંને હનીમૂન મનાવવા હાલ રશિયા પહોંચી ગયા છે. તેમણે ડિસેમ્બર 2020 માં નિકાહ કુબૂલ કર્યા હતા. કોરોના મહામારીને લીધે મુસાફરી પર પ્રતિબંધ હોવાથી તેણી પોતાના હનીમૂન ડેયઝને ખૂબ મિસ કરતી હતી. 

 

 

આ તસ્વીરો નિહાળીને એવું લાગી રહ્યું છે કે, ગૌહર અને ઝૈદને રશિયા ખૂબ ગમી ગયું લાગે છે. તેના ફર્સ્ટ લૂકની જો વાત કરીએ તો, તેણે ગ્રે કલરનું સ્વેટર અને બ્લેક કલરની શોર્ટ્સ પહેરી છે. અને બ્લેક કલરના સ્લાઈડસ પગમાં પહેર્યા છે. બ્લેક કલરની સ્લિંગ બેગ અને ન્યુડ લીપસ્ટીક સાથે તેણીએ આ લૂક પૂર્ણ કર્યો છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

 

 

 

 

તેણીનો આ લૂક ખૂબ સિમ્પલ હોવા છતાં પણ તેના સુંદર હાસ્યથી ચાર ચાંદ લગાવી દીધા છે. તેણીએ સિમ્પલ પોનીટેઈલ વાળી હેરસ્ટાઈલ કેરી કરી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

 

 

ગૌહર ખાનના બીજા લૂકની વાત કરીએ તો, તેણીએ બ્રાઈટ યેલ્લો કલરનું ટેંક ટોપ અને ડાર્ક બ્લ્યુ કલરનું જીન્સ કેરી કર્યું છે. સાથે તેણીએ ઓફ વ્હાઈટ કલરનું ગુચ્ચી બ્રાંડનું જેકેટ અને બ્લેક કલરના સનગ્લાસીસ, અને ઓફ વ્હાઈટ કલરની વોચ અને બ્રેસલેટ કેરી કર્યા છે. 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

 

 

આ લૂકને પૂર્ણ કરવા તેણીએ ફૂટવેર તરીકે અડીડાસના બ્લેક સ્નિકર્સ પહેર્યા છે. ગુચ્ચી બ્રાંડની ઓફ બ્રાઉન કલરની તેણે લોગો ડીઝાઇન વાળી સ્લિંગ બેગ કરી છે. 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

 

 

તેણીએ પોતાના બ્રાઉન ડાયડ હેર ખુલ્લા રાખ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. આ લૂક માટે તેણીએ ડાર્ક મરુન કલરની લીપસ્ટીક પસંદ કરી છે.  

 

 

ગૌહર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેણી 14 ફેરે ફિલ્મમાં કૃતિ ખરબંદા અને વેબ સિરીઝ તાંડવમાં સૈફ અલી ખાન સાથે નજર આવી ચુકી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application