ગૌહર અને ઝૈદના લગ્નની તારીખ ફાઈનલ, ક્લિક કરીને વાંચો વિગતો  

  • November 21, 2020 11:24 AM 311 views

અભિનેત્રી ગૌહર ખાન છેલ્લા કેટલાક સમયથી તેના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેણે ઝૈદ દરબાર સાથે સગાઈ કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે બંને જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે.ગૌહર અને ઝૈદના લગ્ન અંગે સાંભળવામાં આવી રહ્યું છે કે તેઓ આવતા મહિને લગ્ન કરવાના છે. તેમના લગ્નની તારીખ પણ ફાયનલ કરી દેવામાં આવી છે. બંને 25 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.

લગ્ન સ્થળની વાત કરીએ તો ગૌહર અને ઝૈદ મુંબઈની આઈટીસી મરાઠામાં એક બીજા સાથે લગ્ન કરશે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે આ બંને પૂનાના ઐતિહાસિક કિલ્લાઓમાંના પ્રિ-વેડિંગ શૂટ માટે પણ જશે. તેમના લગ્ન પહેલા 22 ડિસેમ્બરથી લગ્નની વિધિઓ શરૂ થશે. બંનેના લગ્નમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થશે. આ નિર્ણય કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 

જણાવી દઈએ કે ગૌહર ખાન છેલ્લા કેટલાક સમયથી તેના સંબંધોને કારણે ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર, ઝૈદ દરબાર સાથે ગૌહરની તસવીરો પણ અનેકવાર વાયરલ  થઈ ચુકી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application