નમકના પાણીથી કોગળા કરવાથી કોરોના અટકશે ? વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું સંશોધન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ભારતમાં શરદી અને કફને મટાડવા માટે બહુ જુનો ઘરેલુ નુસખો અપનાવવામાં આવે છે. અને તે છે નમકના પાણીના કોગળા કરવા. અને તેનાથી ગળામાં આરામ મળે છે. હવે આ પદ્ધતિ પર સ્કોટલેન્ડના એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો સંશોધન કરી રહ્યા છે કે શું નમકના પાણીના કોગળા કરવાથી કોરોનાવાયરસ થી પીડિત દર્દીઓને લાભ થશે કે નહીં.

 

એ બાબત તો સમગ્ર દુનિયાને ખબર છે કે હુંફાળા ગરમ પાણીમાં નમકના કોગળા કરવાથી શરદી ખાંસી અને કફ દૂર થાય છે સાથે સાથે શરદી વધવાથી પણ રોકે છે.

 

હવે સ્કોટલેન્ડમાં આવેલા એડિનબર્ગ યુનિવર્સિટી વૈજ્ઞાનિકો આ પદ્ધતિનો ઉપયોગ  દર્દીઓ પર ઉપયોગ કરી અને સંશોધન હાથ ધરશે તેમજ તેનો અભ્યાસ પણ કરશે.

 

યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જાણકારી મેળવશે કે નમકના પાણીના કોગળા કરવાથી શરીરની અંદર એન્ટીવાયરલ ગતિવિધિઓ વધે છે કે નહીં. હાલ તેના ટ્રાયલ માટે કેટલાક લોકોની પસંદગી કરવામાં આવી છે કે જેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ અને બીમાર પડ્યા છે.

 

જેમના પર સંશોધન હાથ ધરવામાં આવ્યું છે તે લોકોને કહેવામાં આવ્યું છે કે હાલ તેઓ માત્ર તાવ ઉતારવાની દવા જ લે. ખાસ કરીને પેરાસિટામોલ અને ઇબુપ્રોફેન.

 

યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેક્ષા મિથેસોન  અને રેમેડિસિવિર દર્દીઓને લાભ પહોંચાડી રહી છે, પરંતુ હજી સુધી પ્રામાણિત રીતે તેનાથી કોરોનાનો રામબાણ ઈલાજ થઈ રહ્યો નથી.

 

રમકડા પાણીના કોગળા અને આગળ વધતો રોકતા હોય તો તે ખૂબ જ સસ્તો ઈલાજ ગણાશે. જે કોઈ વ્યક્તિને ગંભીર રૂપે થનારા સંક્રમણને ઓછું કરશે.

 

એડિનબર્ગ એન્ડ લોથીઅંશ વાયરલ ઇન્ટરવેશન સ્ટડી પ્રમાણે શરદી અને કફથી પિડીત જે દર્દીઓ નમકના પાણીના કોગળા કર્યા હતા તેઓને જલ્દીથી લાભ મળી રહ્યો છે સાથે તેઓને શરદી ખાંસી અને કફ ઓછો થતા નજરે પડ્યા છે.

 

નમકના પાણીના કોગળા કરવાથી શરદી, ખાંસી અને કફ ની સારવારની તુલનામાં બે દિવસ વહેલું સારું થાય છે. એડિનબર્ગ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓનું કહેવું છે કે નમકના પાણીના કોગળા કરવા પર વાઈરસથી લડવાની ક્ષમતા વધી જાય છે.

 

યુનિવર્સિટીના પ્રોફેસર અજીજ શેખે જણાવ્યું છે કે નમકમાં હાઇપોકલોરેસ એસિડ હોય છે કોઈપણ પ્રકારે વાઇરસને મારવામાં સક્ષમ હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS