રેસકોર્સ સહિતના બગીચા કાલથી અનલોક: સવારે ૬થી સાંજે ૭ સુધી પ્રવેશ

  • June 10, 2021 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રેસકોર્સ સહિતના શહેરના તમામ બાગ–બગીચા કાલથી અનલોક થશે અને તેનો સમય સવારે ૬થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે.

 


વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ–૧૯ની વૈશ્ર્વિક મહામારીની તીવ્રતામાં ઘટાડો થતાં આંશિક લોકડાઉનમાં રાહતના ભાગરૂપે રાય સરકારની ગાઈડલાઈન અન્વયે આવતીકાલથી શહેરના તમામ ૧૫૩ નાના–મોટા બાગબગીચા શહેરીજનો માટે ખુલ્લા મુકવામાં આવશે.

 


યારે સેનિટેશન કમિટી ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભરે જણાવ્યું હતું કે, બાગ–બગીચાઓ ખોલતા પૂર્વે તેમાં બાલક્રિડાંગણમાં મુકાયેલા બાળકોના રમત–ગમતના સાધનો તેમજ કસરતના સાધનો, હિંચકા, લપસીયા વિગેરે સેનિટાઈઝ કરવા સૂચના આપવામાં આવી છે.

 


બગીચા ખુલવાનો સમય સવારે ૬ વાગ્યાનો રહેશે અને સાંજે ૭ કલાકે અચૂક બધં થઈ જશે. આ તકે તેમણે નાગરિકોને નિયમ પાલન કરી સહકાર આપવા પણ અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application