ગાંગુલી અને જય શાહને કૂલિંગ ઓફમાં છૂટ આપવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

  • July 22, 2020 12:24 PM 946 views

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પોતાના સંવિધાનમાં સંશોધન કરવા તેમજ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહના કૂલિંગ ઓફ પીરિયડ જવાના બદલે પોતાના પદ પર યથાવત રહેવાને લઈને સુપ્રીમમાં દાખલ અરજી પર આજે સુનાવણી થશે. બીસીસીઆઈના નવા સંવિધાન અનુસાર રાજ્ય સંઘ અથવા બોર્ડમાં 6 વર્ષના કાર્યકાળ બાદ ત્રણ વર્ષની વિરામ અવધિ પર જવું અનિવાર્ય છે. ગાંગુલી અને શાહએ ગત વર્ષે ઓક્ટોબરમાં પદભાર સંભાળ્યો હતો. ત્યારે તેમના રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરમાં 6 વર્ષના કાર્યકાળના 9 મહિના જ બાકી હતા. ગાંગુલીના 6 વર્ષ આ મહિનાના અંતમાં પૂર્ણ થાય છે જ્યારે શાહનો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે. આ મામલે બીસીસીઆઈએ 21 એપ્રિલના સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને શાહ તેમજ ગાંગુલીનો કાર્યકાળ વધારવાની માંગ કરી હતી. બોર્ડ આ બંનેનો કાર્યકાળ 2025 સુધી વધારવા ઈચ્છે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application