ગંગોત્રી ધામના ખુલ્યા કપાટ, પહેલી પૂજા થઈ વડાપ્રધાન મોદીના નામે, કોરોનાથી મુક્તિ માટે કરાયા વિશેષ પાઠ

  • May 15, 2021 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામની કપાટ વિધિ કરવામાં આવી હતી. આ વિધિ સાથે ગંગોત્રી ધામના કપાટ વિધિ વિધાન સાથે પૂજા કરી ખોલવામાં આવ્યા છે. આજે સવારે માં ગંગાની ડોલી ભૈરવ ઘાટીથી ગંગોત્રી માટે રવાના થઈ હતી. સવારે 7.30ના મુહૂર્ત પર મંદિરના પૂજારીઓની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા.

 

 

ગંગોત્રી ધામમાં પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી હતી. જ્યારે પ્રદેશના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના નામથી ભેટ ચઢાવવામાં આવી હતી. અહીં પુરોહિતોએ કોરોના મહામારીથી મુક્તિ મળે તે માટે વિશેષ પાઠ કર્યો હતો. 

 

 

ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાના કારણે ગંગોત્રી ધામમાં દર્શન કરવા આવવાની ભક્તોને છૂટ નથી. ભક્તો ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે. મંદિરમાં ફક્ત પંડિતોને છૂટ હશે પૂજા કરાવવા માટેની. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS