જંગલમાં બિરાજે છે ગંગેશ્વર મહાદેવ, જાણો આ શિવાલયના મહત્વ વિશે

  • February 21, 2020 01:06 PM 105 views

બાબરામાં સ્થાનિક વિસ્તારમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિવાલય આવેલ છે અને દરેક મંદિર પોતાનો ઇતિહાસ (દંતકથા) ધરાવે છે. ત્યારે આપણે અહીં વાત કરવા જઇ રહ્યા છીએ એમાનું એક આ પવિત્ર પાંચાળ ભુમી પર બાબરા તાલુકાના લાલકા ગામથી ત્રણ કિમી દુર જંગલ, ધાર વિસ્તારમાં ગંગેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલ છે. આશરે સાડા ત્રણસો વર્ષ જેટલા પુરાણા મંદિરની જગ્યામાં સાક્ષાત ગંગામૈયાની અખંડ વીરડી સાથે કુદરતી વાતાવરણમાં ગંગેશ્ર્વર મહાદેવ બિરાજે છે.આ ગંગેશ્ર્વર મહાદેવ મંદિરની પાછળ લોકવાયકા પ્રમાણે સાડા ત્રણસો વર્ષ પહેલા જીણાદાદા ભટ્ટ (ભટ્ટજી) ગામના દરબાર સાથે કાશીયાત્રાએ ગયેલા હતાં. એ અરસા દરમિયાન ત્યાં સ્નાન કરતી વેળાએ પાણીમાં ડુબકી લગાવતા જમીનના પેટાળમાંથી એક શિવલીંગ તેમના હાથમાં આવેલ અને એ સમયે આકાશવાણી થઇ હતી કે જે સ્થળ પર શિવલીંગનો સ્પર્શ થશે ત્યાંજ ભગવાન શિવ બિરાજમાન થશે. ગંગામૈયાનું જળ અને શિવબાણ લઇ ભટ્ટજી પરત ફર્યા હતાં. ત્યારે પરત ફરતી વેળાએ ઝાડના થડીયે બાંધેલ આ શિવલીંગ અચાનક નીચે પડયું હતું ત્યાં જ શિવની સ્થાપના કરવામાં આવેલ તેમજ સાથે ગંગાજળ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આથી ગંગેશ્ર્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું છે.


વેરાન પથરાળ જંગલ વિસ્તારમાં આવેલ આ ગંગેશ્ર્વરની જગ્યામાં સુકા દુષ્કાળના સમયે બ્રહ્મલીન સંત મોતીગીરીજી દ્વારા પોતાના ચીપયા વડે વષો પહેલા પશુ-પક્ષી સહીત તમામ જીવમાત્રના ઉપયોગ માટે ચમત્કારીક વિરડી ખોદી હતી અને સાક્ષાત ગંગામૈયાની પ્રગટ થયાની કથા પણ છે. આજે હાલ સમયમાં પણ આ વિરડીમાં નજીવી ઉંડાઇએ અખુટ જળભંડાર અવિરત પણે વિદ્યામાન છે અને એની સાક્ષી પુરે છે. આ જગ્યામાં ભારે શ્રધ્ધા અને વિશ્ર્વાસ સાથે ભાવિક ભકતો દર્શનાર્થે આવે છે. હરીહર, ચા-પાણી પ્રસાદ‚પે ગ્રહણ કરે છે. સાથોસાથ ભજન-સંતવાણી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ અહીં થાય છે અને ભકતો જેનો લાભ મેળવે છે. કુદરતી વાતાવરણ વચ્ચે ગંગેશ્ર્વર મહાદેવજીના સાનિધ્યમાં જે કોઇ સાધક ધ્યાન ધરવા ઇચ્છુકા હોય, તેના માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં દરરોજ છસ્સોથી સાતસો જેટલા શ્રધ્ધાળુ દર્શનાર્થે આવે છે. જયારે સોમવારે એક હજારથી પંદરસો જેટલા ભાવિક ભકતો ભગવાન શિવના દર્શન કરી, શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. હાલ સમયમાં આ જગ્યાનું સંચાલન તેમજ ગંગેશ્ર્વર દાદાનું પુજન-અર્ચન મહંત હરીહરાનંદગીરી કરે છે. અહીં આવવા માટે ખાનગી વાહન મારફત જસદણથી ૧૮થી ૨૦ કિ.મી., ગઢડાથીથી ૩૫ કિમી, ઘેલા સોમનાથથી ૧૨ કિમી તેમજ રાજકોટથી ૭૦થી ૭૨ જેટલા કિ.મી. જેટલુ અંતર કાપીને પહોંચી શકાય નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application