ગણેશ મહોત્વસના દિવસોમાં કરો આ મંત્રોનો જાપ, દરેક સમસ્યામાંથી મળશે મુક્તિ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગણેશ મહોત્સવ દરમિયાન દુંદાળા દેવની આરાધનાથી સુખ, સમૃદ્ધિ વધે છે અને ઈચ્છિત વર પ્રાપ્ત થાય છે.  વિધ્નહર્તા ગજાનંદ દેવની આરાધનાના આ દિવસો દરમિયાન ચમત્કારી મંત્રોનો જાપ પણ શ્રેષ્ઠ ફળ આપે છે. આમ તો આ મંત્રોનો જાપ રોજ પણ કરી શકાય છે પરંતુ ગણેશોત્સવના દિવસો દરમિયાન તો ખાસ કરવા જોઈએ.  આમ કરવાથી જીવનમાં આવેલી કોઈપણ પ્રકારની સમસ્યા, સંકટ દૂર થાય છે.   

 

1. સૌથી પ્રભાવશાળી છે ગણેશ બીજ મંત્ર..  ॐ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે.  


2. આ ઉપરાંત જે માણસનો તેના મન પર અને તેની ઈચ્છાઓ પર કાબૂ ન હોય તેણે ॐ હસ્તિ પિશાચિ લિખે સ્વાહા મંત્રનો જાપ કરવો જોઈએ. 


3. જીવનમાંથી આળસ, નિરાશા, ક્લેશ દુર કરવા માટે ગં ક્ષિપ્રપ્રસાદનાય નમ: મંત્રનો જાપ કરો.


4. અણધાર્યા વિધ્નોને દુર કરવા માટે તેમજ ધન વધારવા માટે ॐ ગં નમ: મંત્રનો જાપ કરો.


5. નોકરી અથવા રોજગાર શોધતા જાતકે ॐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા મંત્ર જપવો જોઈએ. 


6. લગ્નમાં આવતી બાધા દૂર કરવા માટે  ॐ વક્રતુળ્ડૈક દંષ્ટ્રાય ક્લીં હ્રીં શ્રીં ગં ગણપતે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા મંત્રનો જાપ કરવો. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application