ગણેશ ચતુર્થી સ્પેશિયલ : ઘરે સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ ચુરમાના લાડુ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગણેશ ચતુર્થીનો તહેવાર આવનાર છે ત્યારે ઘરેઘરમાં આ દિવસે લાડુ બનાવવાની તૈયારી પણ શરુ થઈ ચુકી હશે. તો ચાલો આજે તમને જણાવીએ ચુરમાના લાડુ બનાવવાની સૌથી સરળ રીત. આ રીતે તમે ઘરે સરળતાથી સ્વાદિષ્ટ લાડુ ગણેશજીના ભોગ માટે તૈયાર કરી શકો છો. 

 

સામગ્રી

ઘઉંનો કરકરા લોટ -1 કપ 
ગોળ- 250 ગ્રામ 
દળેલી ખાંડ- 50 ગ્રામ 
ઘી - 200 ગ્રામ 
એલચી પાવડર- 1 ચમચી
ખસખસ- 3થી 4 ચમચી

 

રીત


સૌ પ્રથમ ઘઉંના કરકરા લોટમાં ઘીનું મોણ ભેળવો. મુઠ્ઠી પડતું મોણ લગાડી અને  તેમાં મુઠીયા વળે એટલું પાણી ઉમેરી તેમાંથી મૂઠીયા તૈયાર કરી ગરમ તેલ અથવા ઘીમાં ધીમા તાપે તળી લો. બધા મૂઠીયા તળાઈ જાય એટલે તેને ઠંડા કરી લેવા અને પછી મિક્સરમાં પીસી લેવા. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો અને તેમાં ગોળ ઉમેરી હલાવતા રહો જ્યાં સુધી તે પીગળી ન જાય. 5 મિનિટ પછી ગોળની પાઈ તૈયાર થઈ જાય એટલે તેમાં દળેલો લાડુનો પાવડર ઉમેરો અને બરાબર મિક્સ કરો. પછી તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરી હલાવી અને ગેસ પરથી ઉતારી લો. હવે તેમાંથી લાડુ વાળી અને તેના પર ખસખસ લગાવો. તૈયાર છે ગણેશજીના પ્રિય ચુરમાના લાડુ.

 

*આ લાડુમાં તમે બદામ, કિસમિસ જેવા ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી શકો છો. તેના માટે આ વસ્તુઓના ટુકડા કરી તેને ઘીમાં થોડા સાંતળી લેવા અને પછી લાડુના મિશ્રણમાં ઉમેરી લાડુ વાળી લેવા. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application