ગણેશ ચતુર્થી સ્પેશિયલ : મોદક બાદ ગણેશજીને ધરાવો સ્પોંજ રસગુલ્લાનો ભોગ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દરેક વ્યક્તિને મીઠાઈ પ્રિય હોય છે. તેમાં જ્યારે ગણેશોત્સવ જેવો તહેવાર ચાલતો હોય ત્યારે ઘરમાં પધરાવેલા ગણેશજીને રોજેરોજ અવનવી મીઠાઈ ભોગમાં ધરવામાં આવે છે. લાડુનો પ્રસાદ ગણેશોત્સવમાં સૌથી વધુ પીરસાય છે. પરંતુ આ વર્ષે ગણેશજીને ઘરે બનાવેલા સ્પોંજ રસગુલ્લાનો ભોગ ધરાવો. આ સ્પોંજ રસગુલ્લા કેવી રીતે બનાવવા નોંધી લો તેની રીત. 


સામગ્રી

દૂધ - 1 લિટર 
મેંદાનો લોટ - 2 ચમચી 
ખાંડ -200 ગ્રામ 
વિનેગર - 4 ચમચી
પાણી - 4 કપ
એલચી પાવડર- જરૂર અનુસાર 

 

રીત

-સૌ પ્રથમ એક પેનમાં દૂધ ઉકાળો. ઉકળી જાય એટલે ગેસ બંધ કરો અને દૂધને 2 મિનિટ માટે એક બાજુ રાખો. થોડીવાર પછી દૂધમાં વિનેગર ઉમેરો અને દૂધને ફાળો. દૂધ ફાટી જાય એટલે તેને એક સુતરાઉ કાપડમાં કાઢી અને ઠંડા પાણીથી ધોઈ લો. હવે હળવા હાથ વડે તેને દબાવો અને પાણી કાઢો. તેને બે થી ત્રણ કલાક માટે કોઈ જગ્યાએ લટકાવી રાખો જેથી તેમાંથી બધું જ પાણી નીકળી જાય.

 

- હવે ખાંડની ચાસણી તૈયાર કરવા માટે એક પેનમાં ખાંડ અને પાણી નાખી ધીમા તાપે ગરમ કરો. તેમાં એલચી પાવડર ઉમેરી દો. હવે તૈયાર કરેલા પનીરને એક પ્લેટમાં કાઢો. તેમાં 2 ચમચી લોટ નાંખો અને 5 મિનિટ સુધી મિક્સ કરો. જ્યારે મિશ્રણ એકરસ થઈ જાય એટલે તેમાંથી ગોળ રસગુલ્લા તૈયાર કરો.

 

- હવે તૈયાર કરેલી ઉકળતી ચાસણીમાં આ રસગુલ્લા ઉમેરી દો અને તેને પકાવો. રસગુલ્લા બમણા આકારના થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને ઠંડા કર્યા પછી ભગવાનને ધરાવો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application