ગણેશ ચતુર્થી 2020 : આ ગુફામાં આજે પણ છે ગણેશજીનું કપાયેલું માથું, સ્વયં શિવજી કરે છે રક્ષા
ગણેશ ચતુર્થી 2020 : આ ગુફામાં આજે પણ છે ગણેશજીનું કપાયેલું માથું, સ્વયં શિવજી કરે છે રક્ષા
October 28, 2020 02:04 AM
ભાદરવા મહિનામાં શુક્લ પક્ષના ચોથા દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર આવે છે. આ તહેવાર ગણપતિ મહારાજની જન્મજયંતિ તરીકે દસ દિવસ ઉજવાય છે. આ વર્ષે આ તહેવાર 22 ઓગસ્ટ અને શનિવારે ઉજવવામાં આવશે. ભગવાન ગણેશ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે અને તે બધા દેવોમાં પ્રથમ પૂજનીય છે. ગણેશજીનું સ્વરૂપ અન્ય દેવતાઓથી ભિન્ન છે. તેમનું ધડ માણસનું છે પરંતુ માથું હાથીનું છે. આ કારણોસર તે ગજાનન તરીકે પણ ઓળખાય છે.
ભગવાન ગણેશનું માથું ભગવાન શિવ દ્વારા કાપવામાં આવ્યું હતું અને પછીથી તેમણે તેમના શરીર પર હાથીનું માથું સ્થાપિત કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે જ્યાં ગણેશનું માથું કાપવામાં આવ્યું હતું તે માથું હજી આ ગુફામાં હાજર છે. દંતકથા એવી પણ છે કે ભગવાન શિવ ગુસ્સે થયા અને ગણેશનું શિરચ્છેદ કર્યું પછી માથું ગુફામાં મુક્યું હતું. તેને પાલાલ ભુવનેશ્વર તરીકે ઓળખાય છે.
અહીં ભગવાન ગણેશને આદિ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ આ ગુફા આદિશંકરાચાર્યે શોધી હતી. આ ગુફા ઉત્તરાખંડના પિથોરાગઢમાં ગંગોલીહાટથી 14 કિમીના અંતરે આવેલી છે. માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ પોતે ગુફામાં હાજરાહજુર છે અને ગણેશ ભગવાનના માથાની રક્ષા કરે છે. અહીં ગણેશજીની કપાયેલી શિલારુપી મૂર્તિની ઉપર જ 108-પાંખડીવાળું શવાષ્ટક દલ બ્રહ્મકમલના રૂપે એક ખડક આવેલું છે. તેમાંથી ગણેશજી પર દિવ્ય ટીપા પડે છે. આ બ્રહ્મકમલની સ્થાપના પણ ખુદ ભગવાન શિવ દ્વારા કરવામાં આવી હતી. આ ગુફામાં ભગવાન અને દેવીઓની 33 હજાર મૂર્તિઓ છે. તેમજ અહીં વહેતું પાણી પણ છે.