ગાંધીનગર: હેર કટિંગ કરાવવા નીકળેલા ૫ લોકોને પોલીસએ કર્યા લોકઅપ ભેગા

  • April 04, 2020 11:08 AM 724 views

દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. તેમ છતાં ઘણા લોકો બહાના બનાવીને ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં હેર કટિંગ કરાવવા માટે બહાર નીકળેલા પાંચ લોકો સીધા લોકઅપમાં પહોંચી ગયા. આ પાંચમાંથી એક વ્યકિતની દુકાનના વાણદં સાથે પહેલા તકરાર થઈ હતી. જે બાદ તેણે આ લોકોને વાળ કાપવા માટે બોલાવ્યા અને પોતાની બધં દુકાનની બહાર ઊભા રાખ્યા. બીજી તરફ તેણે પોલીસે ફોન કરીને લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરતા લોકોની જાણકારી આપી દીધી.


જાણકારી મુજબ, ગાંધીનગરના સાંતેજ ગામના પાંચ લોકોની વાણદં સાથે વાત કર્યા બાદ હેર કટિંગ કરાવવા તેની દુકાનની બહાર ઊભા હતા. જે બાદ પોલીસે તેમને પકડીને તેમની વિદ્ધ લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરવાનો ગુનો નોંધ્યો. વાણંદે સાંતેજમાં પોતાની દુકાનની આગળ પાંચ જેટલા લોકો એકઠા થયા હોવાની જાણકારી પોલીસને આપી હતી.


પોલીસને મળેલી આ માહિતી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા વેરિફાઈ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું કે ૫ લોકો હેર કટિંગ અને શેવિંગ કરાવવા દુકાનની બહાર રાહ જોઈ રહ્યા છે. તેમને પકડીને તેમની વિદ્ધ લોકડાઉનના નિયમનો ઉલ્લંધન કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.


ગાંધીનગર પોલીસના એક પોલીસકર્મીએ જણાવ્યું કે, તેમને ફરિયાદ મળી હતી કે કેટલાક લોકો એકઠા થઈને લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, તે પાંચમાંથી એક વ્યકિતની પૂર્વમાં તે વાણદં સાથે તકરાર થઈ હતી. તેણે પોતાનો બદલો લેવાનો સારો સમય પસદં કર્યેા. જોકે તેણે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવામાં પોલીસની મદદ કરી છે આથી તેની ઓળખ જાહેર કરાઈ નથી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application