બે કિલો ચોકલેટમાંથી બન્યા ગણપતિ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને કોરોનાને કારણે આ વખતે ગણપતિના પંડાલ નહીં હોવાથી લોકો વધુ પ્રમાણમાં ઘરે ગણપતિનું સ્થાપન કરી રહ્યા છે. આ ઘર ગણપતિમાં પણ જુદી જુદી વિશેષતા જોવા મળી રહી છે.રાજકોટમાં જસાણી પાર્ક-૧માં રહેતા હીનાબેન દવે અને તેમના પુત્ર શેમલે ચોકલેટના ગણપતિ બનાવ્યા છે. આ ગણપતિ બનાવવા માટે બે કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગણપતિના વાઘા અને શણગાર પણ ચોકલેટ મટિરિયલમાંથી જ બનાવવામાં આવ્યા છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિની અપીલને ધ્યાનમાં રાખીને આ માતા-પુત્રએ માટીના ગણપતિ પણ બનાવ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application